Site icon

કોરોનાની બીજી લહેર હજી પૂર્ણ થઈ નથી; સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું આ મહત્ત્વનું નિવેદન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એથી લોકો માને છે કે બીજી લહેરનો હવે અંત આવ્યો છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવનાએ આરોગ્ય મંત્રાલય અને સરકારની ચિંતા વધારી દીધી છે. જોકેસ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોરોનાની બીજી લહેરનો હજી અંત આવ્યો નથી અને દેશના ૮૦% કેસ ૯૦ જિલ્લાઓમાંથી જ આવે છે.

આજે સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં હજી પણ કેટલાંક રાજ્યો એવાં છે કે જ્યાં પૉઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે, જેમાં અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, મણિપુર, કેરળ, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, ઓડિશા, નાગાલૅન્ડ જેવાં રાજ્યોનાં નામ સામેલ છે.તેમણે ઉમેર્યું હતું કે જો આ જિલ્લાઓમાં વધુ સંક્રમણ જોવા મળે છે, તો આપણે માનવું પડશે કે કેટલાક વિસ્તારોમાં હજી બીજી લહેર ચાલી રહી છે.

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, રાજકારણ માટે 'ક્રિકેટ'નો ઉપયોગ કરી રહ્યું છે પાક, ચૂંટણી પછી POKમાં યોજશે કાશ્મીર પ્રીમિયર લીગ ; આ ટિમો લેશે ભાગ

અગ્રવાલે લોકોને ચેતવણી આપી હતી કે દેશમાં હજી બીજી લહેર ચાલી રહી છે. એથી કોરોનાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આંકડા રજૂ કરતાં તેમણે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં ૮૦ ટકા કેસ 90 જિલ્લામાંથી આવે છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કર્ણાટકમાં વધુ કેસ નોંધાયા છે. જોકે આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે છેલ્લા ૯ દિવસથી દેશમાં 50,000થી ઓછા કેસ નોંધાયા છે.

Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Kolkata Earthquake: કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં ભૂકંપના તીવ્ર આંચકા, ગભરાટમાં લોકો ઘર છોડીને ભાગ્યા
Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Exit mobile version