ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
28 ઓગસ્ટ 2020
કેન્દ્રશાસિત પ્રદેશોમાંના એક ગ્રેટ અંદામાનીસ આદિજાતિના લોકો સુધી કોવિડ -19 પહોંચી ગયો છે. જેમાંથી 10 સભ્યોના વાયરસ પરક્ષણો પોઝિટિવ આવ્યા છે. પોર્ટબ્લેરમાં આવેલી આ ખૂબ જ નાની જનજાતિના છ સભ્યો કોરોના પોઝિટીવ આવતા.. તરત જ આરોગ્ય અધિકારીઓની ટીમ ટાપુ પર મોકલવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના નાયબ નિયામક અને નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ માટે આવેલાં નમૂનાઓમાંથી ગ્રેટ આંદામાનીસ જાતિના 10 લોકો સકારાત્મક જોવા મળ્યાં હતાં. સકારાત્મક રીપોર્ટ વાળા આદિજાતિના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્યોને ઘરે હોમ કવોરોન્ટીન કર્યાં છે.
અધિકારીઓએ વધુ જણાવ્યું હતું કે, આ જાતિમાં હવે 50 જેટલાં જ સભ્યો બાકી બચ્યાં છે. આંદામાન અને નિકોબાર, બંને આઇલેન્ડ ટાપુમાં કુલ કોવિડ -19 ની સંખ્યા 2,985 હતી. જ્યારે 2,309 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. જ્યારે દૂર આવેલાં આ દ્વીપસમૂહમાં અત્યાર સુધીમાં 41 લોકોના કોરોનો વાયરસને કારણે મૃત્યુ નોંધાયા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
