ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ફફડાટ વચ્ચે કોરોના સક્રિય કેસો ફરીથી ચાર લાખની નજીક પહોંચ્યા છે.
દેશમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક રીતે આગળ ધપી રહી છે. કેરળમાં સ્થિતિ બેકાબૂ થઈ છે.
છેલ્લા 24 કલાકમાં અહીં 32 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને 188 દર્દીઓ કોરોના સામેની જંગ હારી ગયા છે. તો દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 45 હજારને પાર થઈ ગઈ છે.
આ સાથે જ હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,57,937 થઈ ગઈ છે.
આ ઉપરાંત કોવિડ-19ના કારણે 366 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,39,895 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
