રસીકરણ અભિયાન શરૂ કર્યાના ચાર દિવસમાં ૪.૫૪ લાખથી વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને કોરોના ની રસી આપવામાં આવી છે.
આ સંખ્યા દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સરખામણીમાં બમણાથી વધુ છે
ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા સતત ઘટીને હવે માત્ર બે લાખ (૨,૦૦,૫૨૮) થઈ ગઈ છે, જે કોરોનાના કુલ કેસના માત્ર ૧.૯૦ ટકા જેટલા છે.
