Site icon News Continuous Bureau | Mumbai

ચીનમાં ફરી ફેલાયું કોરોના સંક્રમણ, પાંચ લાખ લોકો ઘરોમાં કેદ કરાયાં

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

29 જુન 2020

ચીન હવે કોરોના વાયરસના ચેપના બીજા તબક્કાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાટનગર બેઇજિંગમાં, કોરોના વાયરસથી અસરગ્રસ્ત, લગભગ પાંચ લાખ લોકો હજી પણ ઘરોમાં કેદ છે. જ્યારે પાટનગરને અડીને આવેલાં વિસ્તારોમાં કોરોના વાયરસના ચેપથી હાલત વધુ નાજુક હોવાનું કહેવાય છે.

તપાસણી  દરમિયાન આરોગ્ય અધિકારીઓને કોરોના વાયરસના નવા ક્લસ્ટરો મળ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે વુહાનમાં હતી એવી જ ચેપની સ્થિતિ બીજિંગમા જોવા મળી છે.. કોરોના વાયરસના ચેપના ફેલાવાનાં બીજા તબક્કામાં અત્યાર સુધી 311 નવા કેસ નોંધાયા છે. જેને કારણે, જથ્થાબંધ બજારો અને જાહેર પરિવહન હજી પણ બંધ જ રહેશે.

ચીન સરકારના મુખપત્ર 'ગ્લોબલ ટાઇમ્સ'ના જણાવ્યા અનુસાર, "સીડીસીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે બીજિંગના ઝીનફાદી માર્કેટમાં ફેલાયેલાં કોરોના વાયરસના જિનોમ સિક્વન્સિંગને તપાસતાં બહાર આવ્યું છે કે તે ચેપ યુરોપથી આવ્યો છે. ચીનના સંશોધનકારોએ દાવો કર્યો હતો કે ચેપ બહારના વાઈરસથી જ ફેલાય છે. આમ ચીન બીજા તબક્કામાં ફેલાયેલાં સંક્રમણને છુપાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Vt8seD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version