Site icon

બાપ રે!! દેશમાં કોરોનાના કેસોએ વટાવ્યો દોઢ લાખનો આંક, છેલ્લા 24 કલાકમાં 170 ના થયાં મોત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

27 મે 2020 

આજે બે મહિના બાદ દેશભરમાં કોરોનાનો ચેપ લાગ્યાના દર્દીઓની સંખ્યા 1,51,973 પર પહોંચી છે. જેમાંથી 4346 લોકોના મોત થયા છે, તો રાહતની વાત એ છે કે 64,277 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. માત્ર છેલ્લા 24 કલાકમાં 170 ના મોત થયા છે. 

બીજી બાજુ મહારાષ્ટ્રમાં 54700 થી વધુ અને દેશમાં સૌથી વધુ કેસ નોંધાવાનો રેકોર્ડ નોંધાયો છે. જ્યારે બીજા નંબરે ગુજરાતનો સમાવેશ થાય છે ત્યાર બાદ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ આવે છે. 

મહારાષ્ટ્રમાં મંગળવારે 2091 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 971 દર્દીઓનું મૃત્યુ થયું છે અને હાલ મહારાષ્ટ્રમા  35178 એક્ટિવ દર્દી છે. આનંદની વાત એ છે કે હાલ કેસોની ડબલ થવાની સંખ્યા 14 દિવસે વધી રહી છે. 

જોકે આવી પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકારે લોકડાઉનને કારણે વિદેશમાં ફસાયેલા લોકોને ભારત લાવવા માટે 'વંદે ભારત મિશન' શરૂ કર્યું છે જેનો બીજો તબક્કો 16 જુન સુધી લંબાવવામાં આવ્યો છે..

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version