ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 12 નવા કેસ નોંધાયા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ બુધવારે મહારાષ્ટ્ર અને કેરળમાં ઓમિક્રોનના ચાર, તેલંગાણામાં બે અને તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં એક-એક કેસ નોંધાયા છે.
આ સાથે જ દેશમાં કોરોના વાયરસ નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા હવે વધીને 73 થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર હાલમાં ઓમિક્રોન દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે કારણ કે અત્યાર સુધીમાં અહીં વેરિઅન્ટના 32 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિઅન્ટ અત્યંત ચેપી અને ખતરનાક માનવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કોરોનાની રસી નહીં લો તો નોકરી જશે, આ મોટી કંપનીએ કર્મચારીઓને આપી ધમકી; જાણો વિગતે