Site icon

 કોરોનાવાયરસ: મહારાષ્ટ્ર બાદ આ ત્રણ રાજ્યોની પણ ચિંતાજનક સ્થિતિ, બની શકે છે આગામી કોરોના હોટસ્પોટ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

23 માર્ચ 2021 

દેશમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ હવે કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે. પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના આગામી હોટસ્પોટ બનવાનું જોખમ વધતું જઈ રહ્યું છે.  

 

પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના નવા હોટસ્પોટ જાણવા માટે સૌથી વધારે જનસંખ્યા ધરાવતા વિસ્તારના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ વાતોને રિપોર્ટમાં સામેલ કરવામાં આવી હતી જેમાં વધતો પોઝિટિવીટી રેટ, દરરોજના વધતા કેસ અને પ્રતિ 10 લાખ લોકો પર ઓછા ટેસ્ટિંગને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે પૂર્વ વિસ્તારની તુલનામાં દેશના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ અને ચિંતાજનક છે.

 આજે લોકડાઉન ની તલવાર કોના પર ફરશે? મુંબઈ, પુના કે પછી નાગપુર?

નોંધનીય છે કે, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ તો કોરોના હોટસ્પોટ બનવા ની સ્થિતિમાં તો છે જ પરંતુ આંધ્ર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાં પણ કોરોનાના વધતા કેસ ગંભીર સ્થિતિનો ઈશારો કરી રહ્યા છે.

INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણ અપડેટ: PM મોદી હનુમાનગઢીના દર્શન નહીં કરે, કાર્યક્રમમાં થયો મોટો આંશિક ફેરફાર!
Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Exit mobile version