1 ઓગસ્ટથી આવનાર એક મહિના સુધી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવવાની છે.
ભારત 1 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળશે અને આ મહિના દરમિયાન સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપનાની કવાયત કરવા અને આતંકવાદ પર પ્રહાર કરવા તૈયાર છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અધ્યક્ષ તરીકે ભારતનો પ્રથમ કાર્ય દિવસ સોમવારે 2 ઓગસ્ટે હશે જ્યારે તિરુમૂર્તિ મહિના મહિના માટે પરિષદના કાર્યક્રમો પર સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ 15 રાષ્ટ્રોના શક્તિશાળી સંયુક્ત રાષ્ટ્ર કાઉન્સિલની ભારત દ્વારા અધ્યક્ષતા સંભાળવાની પૂર્વ સંધ્યા પર એક વીડિયો સંદેશમાં કહ્યું કે આપણા માટે જે માસમાં આપણે આપણો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે જે તે જ માસમાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળવી વિશેષ સન્માનની વાત છે.
સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ એક જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો. ઓગસ્ટની અધ્યક્ષતા સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે 2021-22 કાર્યકાળ માટે ભારતની પહેલી અધ્યક્ષતા હશે. ભારત પોતાના બે વર્ષના કાર્યકાળના અંતિમ માસ એટલે કે આગામી વર્ષ ડિસેમ્બરમાં ફરીથી પરિષદની અધ્યક્ષતા કરશે.
