કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયનના ડાયરેક્ટર જનરલ એટલે કે ડીજીસીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવી દીધો છે.
જો કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને વિશિષ્ટ પરવાનગી સાથેની ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં.
અગાઉ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધની અવધિ વધારીને 28 ફેબ્રુઆરી 2021 કરવામાં આવી હતી.