મહારાષ્ટ્રમાં ઓક્સિજનની તંગીને દૂર કરવા માટે સરકારે કમર કસી છે. અન્ય રાજ્યોથી મહારાષ્ટ્રમાં ઓક્સિજનના સપ્લાય માટે સહમતી સધાઈ ચૂકી છે.
છત્તીસગઢના ભિલાઈ પ્લાન્ટથી 100 મેટ્રિક ટન ઓક્સિજન વિદર્ભ રિઝનમાં સપ્લાય કરવામાં આવશે. જ્યારે ગુજરાતના જામનગરથી પણ લગભગ 100 મેટ્રિક ટન ઓક્સિજન મહારાષ્ટ્ર મોકલવામાં આવશે.
હાલ મહારાષ્ટ્રમાં 1200 મેટ્રિલ ટન ઑક્સિજન ઉપલબ્ધ છે. જેમાંથી 960 મેટ્રિક ટન ઑક્સિજનનો ઉપયોગ કોરોના સંક્રમિતોની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે.
સરકારનું અનુમાન છે કે, આગામી એક સપ્તાહમાં રાજ્યમાં 1500 મેટ્રિક ટન ઑક્સિજનની જરૂર પડશે.
પોતાના દેશમાં ટાંકણી પણ ન બનાવી શકનાર પાકિસ્તાન હવે કોરોનાની રસી બનાવશે. જાણો વિગત.