કોરોના વાયરસથી સુપ્રીમ કોર્ટની કામગીરીને પણ અસર થઈ છે અને હવે કોર્ટના પરિસરમાં પ્રવેશ માટે કોવિડ -19 પરીક્ષણ કરાવવું જરૂરી બન્યું છે.
સુપ્રીમ કોર્ટે એક માર્ગદર્શિકા બહાર પાડીને જણાવ્યું છે કે કોર્ટ પરિસરમાં આવતા તમામ ન્યાયાધીશો, સ્ટાફ, વકીલો અને તેમના કર્મચારીઓને કોવિડ ટેસ્ટ કર્યા બાદ જ પ્રવેશ મળશે.
જે લોકોને તાવ, શરીરમાં દુખાવો અને ગંધનો અભાવ જેવા લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય તો તેઓએ કોર્ટમાં ન આવવું જોઈએ અને પોતાને ઘરેથી અલગ રાખવું જોઈએ.
જો કોઈ સ્ટાફ અથવા વકીલ ને કોરોનાના લક્ષણો હોય તો તેઓએ આરટીટીપીઆર અથવા એન્ટિજેનટ પરીક્ષણ કરાવવું.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે, 99માંથી 44 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા.
મહારાષ્ટ્ર રાજ્યમાં ઓક્સિજન ની અછત. પડોશી રાજ્યો પાસેથી મદદની અપેક્ષા. જાણો વિગત.
