વૈશ્વિક કોરોના મહામારીની વિરુદ્ધમાં આજે દેશભરમાં કોરોના રસીનું ડ્રાય રન ચાલી રહ્યુ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં ડ્રાય રનની ચકાસણી માટે પહોંચ્યા હતા.
અહીં તેમણે કહ્યું હતું કે દેશમાં રસીકરણ અને રસીને લઈને કોઈ વ્યક્તિ ગેરસમજમાં ન રહે.
તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે. વેકસીન આપણી સુરક્ષા માટે છે.
તે જનતા માટે સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરવું સરકારની પ્રાથમિકતા છે.