દેશમાં રસીકરણ ઝડપી બનાવવા કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે 1 મેથી દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લીધો છે.
18 વર્ષની મોટા લોકોને પણ રસી આપવા ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા આજે પીએમ મોદીએ દેશના ડોક્ટરો અને ફાર્મા કંપનીઓ સાથે વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.