ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
આજે 28 તારીખ છે અને અનેક લોકો પોતાની જાતને રજીસ્ટર કરવા માટે વેબસાઈટ ઉપર જઈ રહ્યા છે. આવું કરવા છતાં પણ વેબસાઇટ ખુલી નથી રહી. તમામ લોકોને એવો મેસેજ આવી રહ્યો છે કે માત્ર ૪૫ વર્ષથી ઉપરના લોકો ને જ વેક્સિન આપી શકાશે અને તેમના માટે જ રજિસ્ટ્રેશન ખુલ્લું છે.
આ પરિસ્થિતિમાં લોકો મૂંઝાઈ ગયા હતા કે આખરે રજીસ્ટ્રેશન કરવું કેમ. હવે આ સંદર્ભે સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે કે સાંજે 4:00 પછી 18 વર્ષથી ઉપરના તમામ લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
આમ આજે કોરોના ની રસી માટે સાંજ પછી રજીસ્ટ્રેશન થઇ શકશે.