News Continuous Bureau | Mumbai
Covid Vaccine Death: રસીકરણે કોરોના ચેપ અને તેના કારણે થતા મૃત્યુદરને ( Death rate ) ઘટાડવામાં મોટી ભૂમિકા ભજવી છે. જો કે, કેટલાક અહેવાલોમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે રસીકરણથી ઘણા ગંભીર રોગોનું જોખમ વધી ગયું છે, એટલું જ નહીં, તેનાથી યુવાઓમાં હાર્ટ એટેક ( Heart Attack ) અને મૃત્યુનું જોખમ પણ વધી ગયું છે. શું કોવિડ રસી ( Covid Vaccine ) ખરેખર રોગો અને અકાળે મૃત્યુનું જોખમ પેદા કરી શકે છે? આ વખતે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ( ICMR ) એ લોકોને ખાતરી આપી છે કે રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી કોઈ સમસ્યા નથી થઈ રહી.
“COVID-19 vaccination did not increase the risk of unexplained sudden death among young adults in India. Past COVID-19 hospitalization, family history of sudden death and certain lifestyle behaviours increased the likelihood of unexplained sudden death,” says ICMR Study pic.twitter.com/pmeh0et1On
— ANI (@ANI) November 21, 2023
ICMRએ તાજેતરમાં એક સ્ટડી કરી છે. તેમાં આ સવાલનો જવાબ શોધવામાં આવ્યો કે, શું કોવિડ વેક્સિન અને અચાનક થઈ રહેલા મોત વચ્ચે કોઈ સબંધ છે? પોતાની સ્ટડી દ્વારા ICMRએ જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19 વેક્સિનના કારણે યુવાઓમાં અચાનક મૃત્યુનું જોખમ નથી વધી રહ્યું. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-19 દરમિયાન કોરોના થવો, પરિવારમાં અચાનક મોત થવાના જૂના કેસ અને લાઈફસ્ટાઈલમાં થયેલા ફેરફારોએ અચાનક થનારા મૃત્યુની સંભાવનાને વધારી દીધી છે.
શું છે અચાનક મૃત્યુના કારણો…
ICMR સ્ટડીમાં જણાવ્યું છે કે, વેક્સિનના કારણે અચાનક થનારા મૃત્યુ ( death ) સાથે કોઈ સંબંધ નથી. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈએ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે તો કોરોના વાયરસને ( Corona virus ) કારણે મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : Funny Video : વરરાજા પડ્યા ધર્મસંકટમાં! આશીર્વાદ લેવા જતા અચાનક ખુલી ગઈ વરરાજા ની ધોતી, જુઓ ફની વિડીયો..
સ્ટડીમાં જણાવ્યું કે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઈતિહાસ, અચાનક મૃત્યુનો પારિવારિક ઈતિહાસ, મૃત્યુ પહેલા 48 કલાક સુધી દારૂ પીવો, ડ્રગ્સનું સેવન કરવું અથવા મૃત્યુના 48 કલાક પહેલા જબરદસ્ત એક્સરસાઈઝ કરવી. આમ આવા કેટલાક ફેક્ટર્સ છે જેના કારણે અચાનક મોતનું જોખમ વધી ગયુ છે.
ICMR દ્વારા આ સ્ટડી 1 ઓક્ટોબર 2021 થી લઈને 31 માર્ચ 2023 સુધી કરવામાં આવી હતી. તેમાં દેશભરની 47 હોસ્પિટલોને સામેલ કરવામાં આવી હતી. સ્ટડી માટે 18 થી 45 વર્ષની ઉંમરના એ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા જેઓ સ્પષ્ટરૂપે એકદમ સ્વસ્થ હતા. તેમાંથી કોઈ પણ કોઈ જૂની બીમારીનો સામનો નહોતું કરી રહ્યું. સ્ટડીમાં જાણવા મળ્યું કે વેક્સિનના બે ડોઝ લેનારા લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.

