દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત મોટાભાગના લોકોને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ તેના સાથે સંકળાયેલા એક સમાચારના કારણે વિદેશ જવાની તૈયારી કરતા મુસાફરોની ચિંતા વધી ગઈ છે.
એક અહેવાલ મુજબ કોવિશીલ્ડ વેક્સિન લેનારા મુસાફરોને યુરોપીયન સંઘના દેશ પોતાના ત્યાં આવવાની મંજૂરી આપશે નહીં.
કારણ કે અનેક દેશોએ કોવિશીલ્ડ વેક્સીનને મંજૂરી આપી નથી.
ઉલ્લેખનીય છે કે યુરોપીયન સંઘના અનેક દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ જાહેર કરવા શરૂ કરી દીધી છે જે યુરોપીયન લોકોને કામ અથવા પર્યટન માટે સ્વતંત્રરૂપે આવવા-જવાની મંજૂરી આપશે.