Site icon

ટુ વ્હીલર વાહનચાલકો માટે મોટા સમાચાર, બાળકોને બેસાડીને બાઇક ચલાવતા પહેલા જાણી લો આ નિયમ, નહી તો ભરવો પડશે મસમોટો દંડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર 

આપણે ઘણી વખત બાઈક અને સ્કૂટર પર આખું ફેમિલી જતા જોઇએ છીએ. કેટલાક લોકો ફોર વ્હીલર ન હોય તો ટુ વ્હિલર પર જ બાળકોને સાથે લઇને નીકળતા હોય છે. એક બાળક આગળ બેઠુ હોય અથવા બાળક આગળ ઉભુ હોય. ઘણીવાર આ દ્રશ્યો આપણને જોખમી લાગે. ત્યારે આ બાબતે માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયે બાળકોની સુરક્ષાને લઇને નિયમોમાં બદલાવ કર્યો છે. કેન્દ્ર  સરકારે બાળકોને બાઇક પર બેસાડવા માટેના સુરક્ષિત નિયમો બનાવ્યા છે. જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરશો તો મોટો દંડ ભરવો પડશે.

માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યાનુસાર 15 ફેબ્રુઆરી 2022એ આ અંગે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ નિયમ આગામી વર્ષ એટલે કે 15 ફેબ્રુઆરી 2023થી અમલમાં આવશે. જો કે હાલ આ મામલે કોઇ દંડની રકમ નક્કી કરવામાં આવી નથી. અધિસૂચનામાં જણાવવામાં આવ્યુ છે આ નિયમ માટે દંડની રકમ ખુદ રાજ્ય સરકાર નક્કી કરશે. 

 ટેન્શનનો આવ્યો અંત, રશિયાએ યુક્રેનની સરહદ પરથી હટાવી સેના; આ છે કારણ 

આ છે નવા નિયમો 

ચાર વર્ષના બાળકને બાઇક પર પાછળ બેસાડીને લઇ જતી વખતે બાઇક, સ્કૂટર જેવા દ્વિચક્રી વાહનોની સ્પીડ લિમિટ 40 કિમી પ્રતિ કલાકથી વધારે ન હોવી જોઇએ. 

દ્વિચક્રી વાહન ચલાવનારની પાછળ બેસનાર 9 મહિનાથી 4 વર્ષના બાળકોને ક્રેશ હેલ્મેટ પહેરાવવુ જરૂરી છે.

મોટર સાયકલ ચાલક એ નક્કી કરશે કે 4 વર્ષથી ઓછી ઉંમરનુ બાળકને પોતાની બાઇક કે સ્કૂટર સાથે બાંધી રાખવા માટે સેફ્ટી હાર્નેસનો વપરાશ કરે છે.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version