My Stamp India Post: હવે બર્થ ડે,એનિવર્સરી અને લગ્ન પ્રસંગને ટપાલ વિભાગની ‘માય સ્ટેમ્પ’ સેવાથી બનાવો વધુ યાદગાર, માત્ર આટલા રૂપિયામાં મળશે 12 ટપાલ ટિકિટ..

My Stamp India Post: હવે બર્થ ડે,એનિવર્સરી અને લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વ્યક્તિગત માય સ્ટેમ્પ બનાવો - સૌજન્ય ભારતીય ટપાલ વિભાગ. માત્ર ₹ 300 માં મળશે 12 ટપાલ ટિકિટ, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના તમામ હેડ પોસ્ટ ઓફિસમાં સુવિધા ઉપલબ્ધ

Create personalized My Stamps now to commemorate birthdays, anniversaries and weddings - India Post

 News Continuous Bureau | Mumbai 

My Stamp India Post: આજકાલ દરેક વ્યક્તિ પોતાના જન્મદિન, લગ્ન, એનિવર્સરી અથવા નિવૃત્તિની ખાસ પળોને યાદગાર બનાવવાના માટે કંઈક અનોખું કરવું ઈચ્છે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા જીવનના આ મહત્વપૂર્ણ ક્ષણો પર ટપાલ ટિકિટ પણ બહાર પાડી શકાય છે? હા, હવે આ સંભવ છે. આ સંદર્ભમાં માહિતી આપતા ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગની ‘માય સ્ટેમ્પ’ સેવા અંતર્ગત લોકોના જીવનના સુંદર પળોને સુંદર રીતે ટપાલ ટિકિટ પર સ્થાન આપવું શક્ય છે અને આ પળોને ટપાલ ટિકિટો દ્વારા હંમેશાં માટે યાદગાર બનાવવું પણ શક્ય છે. અમદાવાદ જી.પી.ઓ સહિત ની તમામ હેડ પોસ્ટ ઓફિસમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

Join Our WhatsApp Community
Create personalized My Stamps now to commemorate birthdays, anniversaries and weddings - India Post

Create personalized My Stamps now to commemorate birthdays, anniversaries and weddings – India Post

 

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, 5 રૂપિયાની ટપાલ ટિકિટ ( postage stamp ) પર નવજાત શિશુ, બર્થડે બોય અથવા બર્થડે ગર્લ, નવવિવાહિત યુગલની સુંદર તસ્વીરો, એનિવર્સરીના ઉજવણીઓથી લઈને નિવૃત્તિ સુધીના પળોને માય સ્ટેમ્પ દ્વારા સજાવી શકાય છે. આ ટપાલ ટિકિટને ( Postal Ticket ) દેશભરમાં કોઈપણ પત્રના આદાનપ્રદાન માટે ઉપયોગમાં લઈ શકાય છે. માત્ર ₹300ના ખર્ચમાં 12 ટપાલ ટિકિટોની એક શીટ બનાવી શકાય છે. હેપ્પી બર્થડે, હેપ્પી મેરેજ,  હેપ્પી એનિવર્સરી અને હેપ્પી રિટાયરમેન્ટ ની થીમ પર માય સ્ટેમ્પની સીટ ઉપલબ્ધ છે.

Create personalized My Stamps now to commemorate birthdays, anniversaries and weddings – India Post

આ સમાચાર પણ વાંચો :  Ayushman Vay Vandana Card: આયુષ્માન વય વંદના કાર્ડ માટે વરિષ્ઠ નાગરિકોએ દર્શાવ્યો ઉત્સાહ, PM મોદીએ તેમની પ્રશંસા કરતા કહી ‘આ’ વાત..

પોસ્ટમાસ્ટર જનરલ ( My Stamp India Post ) કૃષ્ણ કુમાર યાદવે કહ્યું કે, આજની યુવા પેઢી સેલ્ફીની દીવાની છે. આ ( Krishna Kumar Yadav) સેલ્ફી પર પણ ‘માય સ્ટેમ્પ’ના માધ્યમથી ટપાલ ટિકિટ જારી કરી શકાય છે. માય સ્ટેમ્પને એક સુંદર ભેટ તરીકે પણ આપી શકાય છે. જો તમે કોઈને આદર સમ્માન આપો છો,તો પર્સનલાઈઝ્ડ માય સ્ટેમ્પ દ્વારા આ આદર સમ્માન દર્શાવી પણ શકો છો. પર્સનલાઈઝ્ડ કરેલ માય સ્ટેમ્પ પહેલ ખરીદદારોને સ્ટેમ્પ શીટમાં તેમના પોતાના ફોટોગ્રાફ્સ અથવા લોગો ઉમેરવાની મંજૂરી આપે છે જે યાદગાર પ્રસંગો/ઇવેન્ટ્સ સાથે વ્યક્તિગત જોડાણ ઓફર કરે છે.

Create personalized My Stamps now to commemorate birthdays, anniversaries and weddings – India Post

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Create personalized My Stamps now to commemorate birthdays, anniversaries and weddings – India Post

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Exit mobile version