ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનોની લોકસંખ્યા ધરાવતો દેશ છે. યુવાનોની લોકસંખ્યા ના જોર પર ભારત વિકસિત દેશ તરફ કૂચ માંડવાનો છે. પરંતુ આઘાતજનક બાબત છે કે હાલ દેશમાં બેરોજગારીની સૌથી મોટી સમસ્યા છે, તેમાં પણ દેશનો યુવા વર્ગ સૌથી વધુ બેરોજગાર છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ મુજબ દેશમાં બેરોજગારોની સંખ્યા પાંચ કરોડ કરતા વધુ થઈ ગઈ છે, જેમાં મહિલાઓનું પ્રમાણ પણ વધારે છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ જાહેર કરેલા અહેવાલ મુજબ ડિસેમ્બર 2021 સુધી ભારતમાં બેરોજગાર થયેલા લોકોની સંખ્યા 5 કરોડ 30 લાખ પર પહોંચી ગઈ હતી. જેમાં મહિલાની સંખ્યા 1 કરોડ 70 લાખ છે. નોકરી જવાથી ઘરે બેસી રહેલા લોકોમાં મહિલાની સંખ્યા વધુ છે. મહિલાઓ સતત નોકરી શોધે છે, પરંતુ તેમને મળતી ન હોવાથી તેઓ ઘરે બેસી રહે છે.
દેશમાં કોરોનાની બિહામણી સ્પીડ, કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ભારતની અર્થવ્યવસ્થા સમૃદ્ધ બનાવવા માટે દેશના લગભગ 60 ટકા લોકસંખ્યાને રોજગાર આપવો આવશ્યક છે. વૈશ્વિક દરજ્જો મેળવવા માટે દેશમાં હાલ 18 કરોડ 75 લાખ નાગરિકોને રોજગાર આપવો આવશ્યક હોવાનું પણ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના અહેવાલમાં જણાવાયું છે.