ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
13 મે 2020
એક પગલું આત્મનિર્ભરતા તરફ એમ કહી મંગળવારની રાત્રે રાષ્ટ્રને કરેલા પોતાનાં સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી બનાવટનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. મોદીની આ વાત પર ગૃહમંત્રી અમીત શાહે તુરંત જ અમલ કરતા 'આગામી 1લી જુનથી સીઆરપીએફ ની તમામ કેન્ટીનનોમાં ફક્ત સ્વદેશી બનાવટના ઉત્પાદનો જ વેચાશે' જેની જાણ તેમણે ટ્વીટ કરીને આપી હતી. નોંધનીય છે કે આના દ્વારા સીઆરપીએફના 10 લાખ જવાનોના 50 લાખ પરિજનો સુધી સ્વદેશી વસ્તુ પહોંચતી થશે, અને આમ દેશી ઉત્પાદનની માંગ નીકળશે, માંગને પગલે ગૃહ ઉદ્યોગો અને નાની કંપનીઓને ઓર્ડર મળતા થશે. આમ ઉત્પાદનથી લઇ માંગનું આખું વર્તુળ ધીમે ધીમે સ્વદેશીમાં ફેરવાતું જશે..