Site icon News Continuous Bureau | Mumbai

નાસિકમાં કરન્સી પ્રેસમાંથી આટલા લાખ રૂપિયા ગુલ : જાણો ચોંકાવનારો કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧3 જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

નાસિક કરન્સી નોટ પ્રેસમાંથી પાંચ લાખ રૂપિયા ગાયબ થયા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બે સપ્તાહ પહેલાં બની હોવાનું અહેવાલો જણાવે છે. ચુસ્ત સુરક્ષા હોવા છતાં પાંચ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હોવાથી અધિકારીઓ પણ ચોંકી ગયા છે. સોમવારે પ્રેસના અધિકારીઓએ ફરિયાદ સાથે સંપર્ક કર્યા બાદ ઉપનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

પંકજા મુંડે શાંત થઈ ગયાં,'અપને મુંહ મિયાં મીઠ્ઠુ' બન્યાં, કહ્યું: મોટા નેતા હંમેશાં ત્યાગ કરે છે

પોલીસે મીડિયાને જણાવ્યા અનુસાર પ્રેસ અધિકારીઓને તાજેતરમાં જ સમજાયું કે પાંચ લાખની કિંમતની ચલણી નોટો ચોરાઈ ગઈ છે. ૫૦૦ રૂપિયાની નોટના ૧૦ બંડલ ગુમ થયું હોવાનું અધિકારીઓને જણાતાં આંતરિક તપાસ હાથ ધરી હતી. ઉપનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે અમે આ મામલે FIR નોંધવાની તૈયારીમાં છીએ અને તપાસ શરૂ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આ રીતે કરન્સી પ્રિન્ટિંગ પ્રેસમાંથી પૈસા ગુમ થયાની આ પહેલી ઘટના છે. નાસિક કરન્સી નોટ પ્રેસમાં સલામતીનું ઉચ્ચ સ્તર છે અને એથી નોટો ગુમ થયાની ઘટનાએ પ્રેસના અધિકારીઓને તેમ જ પોલીસને પણ હેરાન કરી દીધા છે.

Jantar Mantar Protest Site MHA ના નિર્ણય સામે મોટો કાનૂની પડકાર! વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા ૩ નવા સ્થળો સામે પણ નારાજગી આજે સુનાવણી..
Cancer Medicines Trade Margin Capping આ ગંભીર બીમારીની દવાઓ થશે સસ્તી કેન્દ્ર સરકારે ટ્રેડ માર્જિન પર ૩૦ ટકા કેપ લગાવવાનો સુપ્રીમ કોર્ટમાં મૂક્યો પ્રસ્તાવ
Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
Exit mobile version