Site icon News Continuous Bureau | Mumbai

ઘરગથ્થુ LPG સિલિન્ડર સંબંધિત કોઈ દુર્ઘટના ઘટે તો પીડિત ગ્રાહકને મળે છે આટલા લાખ સુધીનું વળતર ; જાણો વળતર માટે દાવો કઈ રીતે કરી શકાય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ઘરમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવા છતાં ઘણી વખત દુર્ઘટના ઘટે છે. એનાથી આર્થિક નુકશાનની સાથે કોઈના પ્રાણ પણ જવાની શકયતા રહે છે . એવા સમયે પીડિત ગ્રાહકોને વળતર આપવામાં આવે છે. ગ્રાહકોને આ વળતર માટે કેવી રીતે દાવો કરવો તેની જાણકારી હોતી નથી. વાસ્તવમાં એલપીજી ગેસ સિલિન્ડર ખરીદતી વખતે જ વીમો મળે છે. 50 લાખ રૂપિયા સુધીનો આ વીમો સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલો હોય છે. ઘણીવાર લોકો સિલિન્ડરની એક્સપાયરી ડેટ તપાસ્યા વગર જ તેને ખરીદે છે. ઉપરાંત ગેસ કનેક્શન લેતાની સાથે જ ગ્રાહકોને 40 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે. ગેસ સિલિન્ડર દુર્ઘટનાના કેસમાં પીડિત વ્યક્તિ વીમાનો દાવો કરી શકે છે. તેમજ સામૂહિક અકસ્માત થવા પર 50 લાખ રૂપિયા સુધીની રકમ આપવાની જોગવાઈ છે.

પીડિત ગ્રાહક આ રીતે દાવો કરી શકે

1. અકસ્માતમાં ઘાયલ દરેક વ્યક્તિને લઘુત્તમ 10 લાખ અને મહત્તમ 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે.

2. એલપીજી સિલિન્ડરનું વીમા કવર મેળવવા માટે ગ્રાહકે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અને તેના એલપીજી વિતરકને અકસ્માતની જાણ કરવી પડે.

3. ઇન્ડિયન ઓઇલ, HPC અને BPC જેવી પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના વિતરકોએ વ્યક્તિઓ અને મિલકતો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર સહિત તેના માટે વીમા પોલિસી લેવી પડે છે.

વાહ! રાવણની અશોક વાટિકામાંથી માતા સીતાની આ નિશાની અયોધ્યામાં લાવીને રામલલ્લાને સમર્પિત કરાશે, શ્રીલંકાની સરકારે લીધો આ નિર્ણય; જાણો વિગત
 

4. આ પોલીસી કોઈ વ્યક્તિગત ગ્રાહકના નામે નથી, પરંતુ દરેક ગ્રાહકને પોલીસીમાં આવરી લેવામાં આવે છે. તેના માટે તેણે કોઈ પ્રીમિયમ પણ ચૂકવવું પડતું નથી.

5. મૃત્યુના કેસમાં એફઆઇઆર અને ઈજાગ્રસ્તોના મેડિકલ બિલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ અને મૃત્યુનું પ્રમાણપત્ર દાખવવું પડે છે.

અકસ્માતમાં ગ્રાહકની મિલકત કે ઘરને નુકસાન થવાના કેસમાં બે લાખ રૂપિયા સુધીનો વીમો મળી શકે છે.

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version