News Continuous Bureau | Mumbai
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર પછી કોંગ્રેસ પાર્ટીએ વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ શામેલ હતાં.
આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી એ કરી હતી.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે તેમજ પાર્ટીનો કોઇ સભ્ય રાજીનામું આપશે નહીં.
કોંગ્રેસના વરિષ્ઠ સભ્યોએ સોનિયા ગાંધીના નેતૃત્વ પર સંપૂર્ણ વિશ્વાસ પ્રગટ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ભીષણ યુદ્ધ વચ્ચે વિદેશ મંત્રાલયનો મોટો નિર્ણય, આ દેશમાંથી ભારત પોતાનુ દૂતાવાસ હટાવશે
