ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
ઍરઇન્ડિયા પર મોટો સાયબર ઍટેક થયો છે. આ સાયબર હુમલામાં 45 લાખ મુસાફરોના ક્રેડિટ કાર્ડ સહિત અન્ય માહિતી લીક થવા પામી છે.
કંપનીના કહેવા પ્રમાણે આ ઘટનાથી 45 લાખ મુસાફરોના ડેટાને અસર થઈ છે. જોકે કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે કે લોકો પોતાના પાસવર્ડ બદલી નાખે.
સાયબર ઍટેક કરનારાઓએ ઍરઇન્ડિયાની વેબસાઇટને નિશાન બનાવી હતી.
