Site icon

Cyclone Remal: રેમલ વાવાઝોડાએ વેર્યો વિનાશ, તેજ પવન, મુશળધાર વરસાદ, આટલા મોત, મકાન-વૃક્ષો ધરાશાયી….

Cyclone Remal: બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું ચક્રવાત રેમાલ બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યું છે .હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી વાવાઝોડાના લેન્ડફોલ સમયે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને આ દરમિયાન રેમાલ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપાપુરા વચ્ચેના દરિયાકાંઠે અથડાયું હતું. હવે ચક્રવાતી તોફાન હવે નબળું પડ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Cyclone RemalCyclone Remal makes landfall in coastal West Bengal, leaves trail of destruction

Cyclone RemalCyclone Remal makes landfall in coastal West Bengal, leaves trail of destruction

News Continuous Bureau | Mumbai 

Cyclone Remal: ચક્રવાતી તોફાન રેમાલ રવિવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું ત્યારે પવનની ઝડપ 110-120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. આ પવન 135 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી ગયો હતો. વાવાઝોડું રાત્રે 8.30 વાગ્યે દરિયાકાંઠે ટકરાવાનું શરૂ થયું, જે આગામી ચાર કલાક સુધી ચાલુ રહ્યું. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે રેમાલ વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થવાની આશંકા પહેલાથી જ હતી. જેના કારણે ભારતમાં લાખો લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા હતા.  

 Cyclone Remal: રેમાલ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપાપુરા વચ્ચેના દરિયાકાંઠે અથડાયું 

ચક્રવાતી તોફાન રેમાલે રવિવારે રાત્રે 8.30 કલાકે ત્રાટકવાનું શરૂ કર્યું હતું. તે સમયે આ વાવાઝોડું દરિયાકાંઠાથી 30 કિમી દૂર હતું. જો કે, ધીમે ધીમે તે નજીક આવ્યું અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાયુ. રેમાલ વાવાઝોડાની ટક્કરનું સ્થાન ભારતના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપાપુરા વચ્ચે હતું.  પવનની ગતિ એટલી વધી ગઈ હતી કે વૃક્ષો ધરાશાયી થયા હતા. તો અનેક દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના થાંભલા પણ ઉખડી ગયા હતા. સુંદરબનના ગોસાબા વિસ્તારમાં કાટમાળથી એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કોલકાતાના બીબીર બાગાન વિસ્તારમાં દિવાલ પડવાને કારણે એક વ્યક્તિ ઘાયલ થયો છે. 

  Cyclone Remal: ભારે પવન અને વરસાદ માટે એલર્ટ 

ભારતના હવામાન વિભાગએ સંકેત આપ્યો છે કે દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની અસર જોવા મળશે. વાવાઝોડું ત્રાટક્યું ત્યારથી બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને કોલકાતા સુધી ભારે વરસાદ થઈ રહ્યો છે. IMD એ ઉત્તર-પૂર્વ ભારતના ઘણા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. ચિરાંગ, ગોલપારા, બક્સા, દિમા હસાઓ, કચર, હૈલાકાંડી અને કરીમગંજ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરમિયાન, ધુબરી, દક્ષિણ સલમારા, બોંગાઈગાંવ, બાજલી, તામુલપુર, બારપેટા, નલબારી, મોરીગાંવ, નાગાંવ, હોજાઈ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં એક મતદાન કેન્દ્ર પર સમ્રગ વોટીંગ વેડફાયું? મોક પોલ કલીયરિંગ વગર લેવાયેલા મતો.. જાણો વિગતે..

ચક્રવાતી તોફાનના કારણે માર્ગ અને હવાઈ મુસાફરીને પણ અસર થઈ છે. કોલકાતાથી દક્ષિણ બંગાળ સુધીના જિલ્લાઓમાં પરિવહન સેવાઓને અસર થઈ છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી છે. રવિવારથી જ તેની શરૂઆત થઈ ગઈ હતી. કોલકાતાનું નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ રવિવારે બપોરે 12 વાગ્યાથી સોમવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે. જેના કારણે 394 ફ્લાઈટ્સ કેન્સલ અથવા રિશેડ્યૂલ કરવામાં આવી છે. સ્પાઈસજેટ જેવી એરલાઈન્સે રવિવારે જ રિફંડની જાહેરાત કરી હતી. 

 Cyclone Remal: 1.10 લાખ લોકોને સ્થળાંતર કર્યા

પશ્ચિમ બંગાળ સરકારે દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ 1.10 લાખ લોકોને સ્થળાંતર કર્યા હતા. આ તમામ લોકોને શેલ્ટર હોમ, સ્કૂલ અને કોલેજોમાં રાખવામાં આવ્યા હતા. આ લોકોમાં મોટી સંખ્યામાં દક્ષિણ 24 પરગણા જિલ્લા, ખાસ કરીને સાગર દ્વીપ, સુંદરવન અને કાકદ્વીપમાંથી આવ્યા હતા. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાતી તોફાન રામલને પહોંચી વળવા માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ગૃહ મંત્રાલયને ચક્રવાતના આગમન પછીની સ્થિતિ પર નજર રાખવા અને સમીક્ષા કરવા અને સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી સહાય પૂરી પાડવા જણાવ્યું છે. 

 

Moradabad fire: મુરાદાબાદમાં ‘મોતની આગ’: ચાર સિલિન્ડર ફાટવાથી રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, એક મહિલાનું મોત,આટલા લોકોનો બચાવ
Cyclone Montha : સમુદ્રમાં ‘મોંથા’ વાવાઝોડું સક્રિય: 100 KM/Hની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ
Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Exit mobile version