Site icon News Continuous Bureau | Mumbai

Cyclone Tej : ચક્રવાત તેજ 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે, જાણો શું છે હવામાન વિભાગની આગાહી..વાંચો વિગતે અહીં..

Cyclone Tej : અરબી સમુદ્ર પર બનેલું ચક્રવાત 'તેજ' ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે, ભારતીય હવામાન વિભાગે માહિતી આપતા એલર્ટ જાહેર કર્યું છે.. ભારતીય સમય અનુસાર ચક્રવાત તેજ આજે બપોર પહેલા જ ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની આશંકા છે…

Cyclone Tej The cyclone may become severe in 24 hours, know what is the forecast of the Meteorological Department

Cyclone Tej The cyclone may become severe in 24 hours, know what is the forecast of the Meteorological Department

News Continuous Bureau | Mumbai 

Cyclone Tej : અરબી સમુદ્ર ( Arabian Sea ) પર બનેલું ચક્રવાત ‘તેજ’ ચક્રવાતી તોફાન (cyclonic storm )માં ફેરવાઈ ગયું છે, ભારતીય હવામાન વિભાગે (IMD) માહિતી આપતા એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે (Meteorological Department) એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સમય અનુસાર ચક્રવાત તેજ આજે બપોર પહેલા જ ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની આશંકા છે.

Join Our WhatsApp Channel

ભારતીય હવામાન વિભાગ (IMD)એ X(અગાવનુ ટ્વિટર) પર જાણકારી આપતા કહ્યું હતું કે ચક્રવાત તોફાન ‘તેજ’ ( storm Tej ) 21 ઓક્ટોબર રાત્રે 11.30 વાગ્યે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર (Arabian Sea) પર સોકોત્રા(યમન)થી લગભગ 330 કિમી પૂર્વમાં તેમજ સલાલાહ(ઓમાન)થી 690 કિમી પૂર્વ તથા ગૈદાહ(યમન)ના 720 કિલોમીટર દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત થયું હતું. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે આ વાવાઝોડું આજે બપોરે અત્યંત તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. અરબી સમુદ્ર પર સર્જાયેલું વાવાઝોડું આગામી 25મી તારીખે વહેલી સવારે અલ ગૈદાહ (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચેથી પસાર થવાની શક્યતા છે.

તેજ આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશન પરિવર્તિત થાય તેવી સંભાવના…

ગુજરાતના દરિયાકાંઠે ( Gujarat coast  ) બિપરજોય વાવાઝોડા બાદ ચક્રવાત ‘તેજ’ને લઈને ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. રાજ્યમાં ચાર મહિના પહેલા જ બિપરજોય વાવાઝોડા (Cyclone Biparjoy)એ તારાજી સર્જી હતી. બિપરજોય વાવાઝોડું કચ્છના માંડવીના દરિયાકાંઠે (Mandvi coast) ત્રાટક્યું હતું અને વિનાશ વેર્યો હતો ત્યારે હવે ફરી એકવાર દરિયાકાઠે ભયસૂચક સિગ્નલો લગાવી દેવાયા છે. આ ઉપરાંત હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યું છે. આ સિવાય હવામાન વિભાગે માછીમારોને આગામી 25 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Table Tennis: બ્રિક્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે અમદાવાદની ઓઇશિકીની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશન (deep depression)માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. બંગાળની ખાડી (Bay of Bengal) પર WML ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ હતું, અને ગઈકાલે ભારતીય સમયઅનુસાર રાત્રે 10.30 વાગ્યાની આસપાસ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીની ઉપર કેન્દ્રિત થયું હતું જે પારાદીપ(ઓડિશા)થી લગભગ 620 કિમી દક્ષિણ, દીધા (પશ્ચિમ બંગાળ)થી 780 કિમી કિમી દક્ષિણ ઓર ખેપુપારા (Bangladesh) થી 900 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું.

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version