Site icon News Continuous Bureau | Mumbai

Deepfake video : અભિનેત્રી રશ્મિકા મંદાનાના Deepfake વીડિયો વિવાદ બાદ સરકારનું કડક વલણ, એડવાઇઝરી જાહેર કરી કહી આ વાત!

Deepfake video : અભિનેત્રી રશ્મિકા મંદાના તાજેતરમાં તેના ડીપફેક વીડિયોના કારણે ખૂબ જ ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તેનો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જે ડીપફેક છે.

Deepfake video: Centre issues advisory to social media companies on Rashmika Mandanna deep fake video

Deepfake video: Centre issues advisory to social media companies on Rashmika Mandanna deep fake video

News Continuous Bureau | Mumbai 

Deepfake video : અભિનેત્રી રશ્મિકા મંદાના તાજેતરમાં તેના ડીપફેક વીડિયોના કારણે ખૂબ જ ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તેનો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જે ડીપફેક છે. રશ્મિકા મંદન્નાએ આ અંગે કાયદાકીય કાર્યવાહીની માગ પણ કરી હતી. તેની સાથે જ અમિતાભ બચ્ચન સહિત અન્ય કેટલાક સેલિબ્રિટીએ પણ આ મામલે કાયદાકીય કાર્યવાહીની માગ કરી હતી. ત્યારે હવે સરકારે આવી બાબતોમાં કડક વલણ અપનાવ્યું છે.

Join Our WhatsApp Channel

મીડિયા અહેવાલ અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કહેવામાં આવ્યું હતું કે, તેમણે ફરિયાદ મળ્યાના 24 કલાકની અંદર ઈન્ટરનેટ પર કોઈપણ પ્રકારના ડીપફેક અથવા મોર્ફ્ડ કરેલા વીડિયોને દૂર કરવા પડશે, અન્યથા તેમની સામે આઈટી નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

છેતરપિંડી માટે શું સજા થશે?

એડવાઈઝરીમાં આવી છેતરપિંડી કરનારાઓ સામે સજા નક્કી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, જેઓ IT એક્ટ, 2000ની કલમ 66D હેઠળ કમ્પ્યુટર સંસાધનોનો ઉપયોગ કરીને ચેડા કરતા જણાય છે તેમને ત્રણ વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023 : અફઘાનિસ્તાન સામે Glenn Maxwellની વિસ્ફોટક બેટિંગના વિરાટ કોહલીએ આ રીતે કર્યા વખાણ, કહ્યું- આ માત્ર…!

પીડિત કોર્ટમાં જઈ શકે છે

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોમવારે ટ્વિટર પર મંડન્નાના ડીપફેક વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓ કોઈપણ ખોટી માહિતીને દૂર કરવા માટે બંધાયેલી છે. રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “IT નિયમો, 2021 હેઠળ, કોઈપણ વપરાશકર્તા દ્વારા ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે ઑનલાઇન પ્લેટફોર્મ્સ માટે તે કાનૂની જવાબદારી છે. જો પ્લેટફોર્મને આવી સામગ્રીને દૂર કરવા માટે વપરાશકર્તા અથવા સરકારી સત્તાધિકારી તરફથી આદેશ મળે તો પગલાં લેવાનું ફરજિયાત છે. જો કંપની આમ કરવામાં નિષ્ફળ જાય, તો નિયમ 7 લાગુ કરવામાં આવશે, જે પીડિત વ્યક્તિઓને ભારતીય દંડ સંહિતા (IPC) ની જોગવાઈઓ હેઠળ કોર્ટમાં જવાનો અધિકાર આપે છે.” 

 

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version