News Continuous Bureau | Mumbai
ધર્મનિરપેક્ષતા માનતી ભારતીય સેના (Indian army)ને આ વખતે સોશિયલ મીડિયા (social media) પર કહેલી ટ્વીટને લઈને રોષનો સામનો કરવો પડ્યો છે. પહેલા ટ્વીટ કરવાને લઈને અને પછી તે ટ્વીટ ડિલીટ કરવાને લઈને ભારતીય સેના (Indian army) સોશિયલ મીડિયા(social media) પર ટ્રોલ થઈ ગઈ છે.
રમઝાન(Ramzan month) મહિનો ચાલી રહ્યો હોઈ બધી જગ્યાએ ઇફતાર પાર્ટી(Iftar party)નું આયોજન ચાલી રહ્યું છે. ભારતીય સેના(Indian army)માં પણ દરેક ધર્મના લોકો છે. બધા ધર્મોના ઉત્સવો સાથે સેનામાં પણ ઇફતાર પાર્ટી(Iftar party)નું આયોજન એક પરંપરા તરીકે કરવામાં આવે છે. જમ્મુના ડોડા(Jammu Doda)માં પણ સેનાના અધિકારીઓએ ઇફતાર પાર્ટી(Iftar party)નું આયોજન કર્યું હતું. જમ્મુમાં સેના(Jammu army)ના PROએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ઇફ્તાર પાર્ટી(Iftar party)ની તસવીર ટ્વીટ કરવામાં આવી હતી. પરંતુ થોડા સમયમાં જ તેને ડીલીટ કરી દેવામાં આવી. પહેલા તો સેના દ્વારા ટ્વીટ કરવા અને પછી ડિલીટ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.
એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ જમ્મુના ડોડા(Jammu Doda)માં સેનાએ ઇફતાર પાર્ટી(Iftar party)નું આયોજન કર્યું હતું. આ ઈફ્તાર પાર્ટીમાં સેનાના અધિકારી, જવાન અને સ્થાનિક લોકો પણ સામેલ થયા. જમ્મુમાં સેનાના PROએ પાર્ટીની તસવીર શેર કરી અને લખ્યું કે 'ધર્મ નિરપેક્ષતાને આગળ વધારતા જમ્મુના ડોડામાં સેના તરફથી ઇફ્તાર નું આયોજન કરવામાં આવ્યું. આ ટ્વીટ સાથે ચાર ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા. ટ્વીટમાં નજરે પડી રહ્યું છે કે ઈફ્તાર પહેલા નમાજ પઢવામાં આવી. પછી સાથે બેસીને બધાએ રોજેદારો સાથે ઇફ્તાર કર્યું.
આ સમાચાર પણ વાંચો : બાળપણમાં PM મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું કરાયુંનવીનીકરણ, આબેહૂબ તેવો સ્ટોલ બાજુમાં તે જ નંબર સાથે શરૂ કરાયો; જુઓ તસવીરો, જાણો વિગતે
મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ આ ટ્વીટ આવ્યા બાદ અમુક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી. સુદર્શન ન્યૂઝના CEO સુરેશ ચવ્હાણકેએ સેના પર સવાલ ઉઠાવતા ટ્વીટ કરી હતી કે હવે આ બીમારી ભારતીય સેનામાં પણ ભરાઈ ગઈ છે? દુઃખદ.. તેમની ટ્વીટનું પરિણામ કહેવામાં આવે કે કંઈક બીજું પરંતુ સેનાના PROએ ઈફ્તાર પાર્ટીની એ ટ્વીટ ડીલીટ કરી દીધી હતી. પરંતુ ટ્વીટ ડીલીટ કરવાથી હોબાળો થઈ ગયો હતો.
આ દરમિયાન સેનાની ટ્વીટના સ્ક્રીનશોટ(Screenshot) સોશિયલ મીડિયા(Social media) પર ફરીથી વાયરલ થવા લાગ્યા. આ બાબતે પત્રકાર(journalist) માન અમન સિંહે(maan aman singh) ટ્વીટ કરીને કહ્યું કે ધર્મનિરપેક્ષતાનો(secularism) છેલ્લો કિલ્લો ડગમગી રહ્યો છે. તેમણે લખ્યું હતું કે સુદર્શન ટી.વી.ના સંપાદક સુરેશ ચવ્હાણકે દ્વારા સેના પર નિશાનો સાધ્યા બાદ PRO ડિફેન્સ જમ્મુએ ધર્મનિરપેક્ષતા પર એ ટ્વીટને હટાવવી યોગ્ય સમજ્યું જેમાં રમઝાન દરમિયાન ડોડામાં ભારતીય સેના દ્વારા આયોજિત ઇફ્તારની તસવીરો હતો. ધર્મનિરપેક્ષતાનો છેલ્લો ગઢ ડગમગી રહ્યો છે. માનની ટ્વીટ પર ઘણા લોકોએ સેના દ્વારા ટ્વીટને ડીલિટ કરવા પર નિરાશા વ્યક્ત કરી હતી.