Site icon

Rajnath Singh US Visit: સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ લેશે યુએસની સત્તાવાર મુલાકાત, જાણો આ મુલાકાતનો એજન્ડા..

Rajnath Singh US Visit: સંરક્ષણ મંત્રી 23-26 ઓગસ્ટ, 2024 દરમિયાન યુએસની સત્તાવાર મુલાકાતે. શ્રી રાજનાથ સિંહ યુએસ સંરક્ષણ સચિવ શ્રી લોયડ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ મુલાકાતનો હેતુ ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે.

Defense Minister Shri Rajnath Singh will pay an official visit to the US, know the agenda of this visit..

Defense Minister Shri Rajnath Singh will pay an official visit to the US, know the agenda of this visit..

News Continuous Bureau | Mumbai

Rajnath Singh US Visit:  સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ ( Rajnath Singh ) યુએસ સંરક્ષણ સચિવ શ્રી લોયડ ઓસ્ટિનના આમંત્રણ પર 23 થી 26 ઓગસ્ટ, 2024 દરમિયાન યુએસની ( US ) સત્તાવાર મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, સંરક્ષણ મંત્રી તેમના યુએસ સમકક્ષ સેક્રેટરી ઓસ્ટિન ( Lloyd Austin ) સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા બાબતોના સહાયક શ્રી જેક સુલિવાનને પણ મળશે. 

Join Our WhatsApp Community

આ મુલાકાત ભારત-યુએસ ( India US ) સંબંધોમાં વધી રહેલા વેગ અને અનેક સ્તરે સંરક્ષણ જોડાણની પૃષ્ઠભૂમિમાં આવી છે. આ મુલાકાત ભારત-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ ગાઢ અને વિસ્તૃત કરશે તેવી અપેક્ષા છે.

આ સમાચાર પણ વાંચોઃ  ICC Chairman Election: શું BCCI સેક્રેટરી જય શાહ બનશે ICCના નવા બોસ? આ વ્યક્તિ રેસમાંથી બહાર; અટકળો તેજ..

શ્રી રાજનાથ સિંહ યુએસ સંરક્ષણ ઉદ્યોગ ( Defense industry ) સાથે ચાલી રહેલા અને ભાવિ સંરક્ષણ સહયોગ પર ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા પણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
Exit mobile version