Site icon

Dehradun Robbery: દેહરાદૂનમાં ફિલ્મી સ્ટાઈલથી રોબરી, બંદુકની અણીએ 32 મિનિટમાં 20 કરોડની રૂપિયાની લૂંટ.. જુઓ વિડીયો..

Dehradun Robbery: ઉત્તરાખંડના દેહરાદૂનમાં ધનતેરસની માત્ર 32 મિનિટ પહેલા લૂંટારુઓ રિલાયન્સ જ્વેલરીના શોરૂમમાં ઘૂસી ગયા હતા અને 20 કરોડની જ્વેલરી લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતો

Crores in cash, jewellery seized by ED during searches in Nagpur, Mumbai

News Continuous Bureau | Mumbai 

Dehradun Robbery: ઉત્તરાખંડ (uttarakhand) ના દેહરાદૂન (Dehradun) માં ધનતેરસ (Dhanteras) ની માત્ર 32 મિનિટ પહેલા લૂંટારુઓ રિલાયન્સ જ્વેલરીના શોરૂમ (Reliance Jewellery Showroom) માં ઘૂસી ગયા હતા અને 20 કરોડની જ્વેલરી લઈને ફરાર થઈ ગયા હતા. શોરૂમમાં કામ કરતા કર્મચારીઓને ડરાવવા માટે બદમાશોએ તેમાંથી કેટલાકને બંદૂકની અણીએ લીધા અને કેટલાકને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતો..

Join Our WhatsApp Community

લૂંટારુઓ ગયા પછી પણ કેટલીક મહિલા કર્મચારીઓ ડરના માર્યા પોતાના આંસુ કાબૂમાં રાખી શક્યા ન હતા. તેમના કહેવા પ્રમાણે, ચાર બદમાશો શોરૂમની અંદર ઘૂસ્યા હતા અને તેમના કેટલાક સહયોગી પણ બહાર ઉભા હતા. લૂંટની આ ઘટના રાજપુર રોડ સ્થિત રિલાયન્સ જ્વેલરી શોરૂમમાં બની હતી.

રાજપુર રોડ પર આવેલ શોરૂમ સવારે 10.15 કલાકે ખુલ્લો હતો. શોરૂમના 11 કર્મચારીઓ ગ્રાહકો આવે તે પહેલા જ જ્વેલરીની વ્યવસ્થા કરી રહ્યા હતા. ડિસ્પ્લે બોર્ડમાં 20 કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના આભૂષણો હતા. ત્યાં જ સવારે 10.24 વાગ્યે માસ્ક પહેરેલા ચાર બદમાશો શોરૂમમાં ઘુસ્યા હતા. તેણે પહેલા સિક્યુરિટી ગાર્ડ હયાત સિંહને અંદર ખેંચ્યો હતો. આ પછી, શોરૂમના સમગ્ર સ્ટાફને બંદૂકની અણી પર બંધક બનાવવામાં આવ્યો હતો અને દરેકના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓએ વિરોધ કર્યો તો બદમાશોએ તેમને માર પણ માર્યો હતો.

 માત્ર 32 મિનિટમાં લૂંટ..

આ પછી, બદમાશોએ કર્મચારીઓના હાથ પ્લાસ્ટિકની બેન્ડથી બાંધી દીધા અને બધાને શોરૂમના પેન્ટ્રી રૂમ (રસોડા)માં બંધ કરી દીધા હતા. કેટલીક મહિલા કર્મચારીઓને ડરાવી-ધમકાવીને ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવવામાં આવેલા દાગીના કાઢીને બેગમાં મુકી દેવા જણાવાયુ હતુ. આ પછી બદમાશોએ ત્રણ મહિલા કર્મચારીઓને પેન્ટ્રી રુમમાં બંધ કરી દીધા હતી. 10:56 વાગ્યે લૂંટારુઓએ તેમની પીઠમાં ઘરેણાં લઈ અને સ્થળ પરથી ભાગી ગયા હતા.

તમને જણાવી દઈએ કે આ શોરૂમ રાજપુર રોડ પર ગ્લોબ ચોક પાસે છે. જે કોમ્પ્લેક્સમાં શોરૂમ આવેલો છે તે ચાર માળની બિલ્ડીંગ છે અને બેઝમેન્ટમાં પાર્કિંગ છે. અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે પરંતુ બદમાશોએ અડધા કલાક સુધી શોરૂમમાં લુંટ ચલાવી હતી અને તેની કોઈને જાણ થઈ નહોતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જ આસપાસના લોકોને ખબર પડી કે લૂંટની ઘટના બની છે. જોકે, લૂંટારુઓ નાસી છૂટતા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં ખબર હતી કે લૂંટને અંજામ આપવા માટે લુંટારાઓ બાઇક પર આવ્યા હતા.

રાજધાનીમાં લૂંટની આવી મોટી ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે કડક વલણ અપનાવતા, મુખ્યમંત્રીએ પોલીસ મહાનિર્દેશક અશોક કુમાર, અધિક પોલીસ અધિક્ષક એપી અંશુમન સહિતના વરિષ્ઠ અધિકારીઓને બોલાવ્યા અને બેઠક પછી તેમને શક્ય તેટલી વહેલી તકે આ મામલાને ઉકેલવા આદેશ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ જ્વેલરીનો શોરૂમ જ્યાં આ લૂંટ થઈ હતી તે સચિવાલય અને પોલીસ હેડક્વાર્ટરની એકદમ નજીક છે અને છતાં આટલો મોટો ગુનો કર્યા બાદ બદમાશો સરળતાથી ફરાર થઈ ગયા હતા.

Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Exit mobile version