Site icon

Delhi Dwarka Scorpio Accident: દિલ્હીમાં સગીર ચાલકે રીલ બનાવવાના ચક્કરમાં યુવકનો જીવ લીધો, પીડિત પરિવારે આરોપી વિરુદ્ધ કડક સજાની માંગ કરી

"મેં ૨૩ વર્ષ સુધી સિંગલ મધર તરીકે દીકરાને પાળ્યો હતો": સાહિલની માતાની આર્તનાદ; સોશિયલ મીડિયા પર ન્યાય માટે છેડાઈ ઝુંબેશ.

Delhi Dwarka Scorpio Accident દિલ્હીમાં સગીર ચાલકે રીલ બનાવવાના ચક્કરમાં યુવકનો

Delhi Dwarka Scorpio Accident દિલ્હીમાં સગીર ચાલકે રીલ બનાવવાના ચક્કરમાં યુવકનો

News Continuous Bureau | Mumbai

Delhi Dwarka Scorpio Accident દેશની રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક ભયાનક સડક દુર્ઘટનાએ માનવતાને હચમચાવી દીધી છે. ૧૭ વર્ષના એક સગીરે માત્ર સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ બનાવવા અને સ્ટંટ કરવા માટે સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે દોડાવી ૨૩ વર્ષના માસૂમ સાહિલ ધનેશરાનો જીવ લઈ લીધો. સાહિલની માતા ઇન્ના માકન હવે સોશિયલ મીડિયા પર ન્યાય માટે પોકાર કરી રહી છે.ઘટનાની વિગત મુજબ, લાલ બહાદુર શાસ્ત્રી કોલેજ પાસે સવારે ૧૧:૫૭ વાગ્યે પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયોએ સાહિલની મોટરસાઈકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે સાહિલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સ્કોર્પિયોએ રસ્તા કિનારે ઉભેલી એક ટેક્સીને પણ અડફેટે લીધી હતી, જેમાં ડ્રાઈવર અજીત સિંહ ગંભીર રીતે ઘાયલ થયો છે.

Join Our WhatsApp Community

“સ્ટંટ મારવાના ચસકામાં મારો દીકરો છીનવાયો”

સાહિલની માતા ઇન્નાએ રડતા રડતા જણાવ્યું કે, “મેં મારા દીકરાને ૨૩ વર્ષ સુધી સિંગલ મધર તરીકે ખૂબ મહેનતથી ઉછેર્યો હતો. એક રઈસઝાદો ઘરેથી લાયસન્સ વગર માત્ર ફન રીલ્સ અને સ્ટંટ મારવા નીકળ્યો અને તેણે મારા બાળકને ઓન ધ સ્પોટ ઉડાવી દીધો.” માતાએ વધુમાં આક્રોશ વ્યક્ત કર્યો કે આરોપી સગીર છે અને તેને બોર્ડની પરીક્ષાનું બહાનું આપીને વચગાળાના જામીન પણ મળી ગયા છે.

લાયસન્સ વગર ચલાવી રહ્યો હતો સ્કોર્પિયો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ૧૭ વર્ષના આરોપી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતું. સ્કોર્પિયો કાર પર કાબૂ ગુમાવતા તેણે પહેલા સાહિલને ટક્કર મારી અને પછી ડિઝાયર કાર સાથે અથડાઈ. પોલીસે સીસીટીવી ફૂટેજ અને વાહનોના દસ્તાવેજો કબજે કર્યા છે. જોકે, ૧૦ ફેબ્રુઆરીએ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા આરોપીને પરીક્ષા આપવા માટે અંતિમ જામીન આપતા સાહિલનો પરિવાર અને સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Surya Grahan 2026 Rashifal: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે: જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓ પર કેવી થશે અસર; કોના માટે ખુલશે પ્રગતિના દ્વાર?

સગીરો દ્વારા ડ્રાઈવિંગ: કોણ જવાબદાર?

આ કેસે ફરી એકવાર એ ચર્ચા છેડી છે કે સગીરોના હાથમાં વાહન આપનારા વાલીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? દિલ્હી પોલીસ અત્યારે આ મામલે મિકેનિકલ તપાસ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે. પરંતુ સવાલ એ છે કે શું કાયદાની છટકબારીઓનો લાભ લઈને આવા ગુનેગારો છૂટી જશે? સોશિયલ મીડિયા પર લોકો ‘Justice for Sahil’ હેશટેગ સાથે સાહિલની માતાને સમર્થન આપી રહ્યા છે.

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version