Site icon News Continuous Bureau | Mumbai

Delhi Excise Policy Case: EDએ પૈસાનો એક પણ પુરાવો રજૂ ન કર્યો, આતિશીએ કેજરીવાલની ધરપકડ પર ઉઠાવ્યા સવાલ.. જુઓ વિડીયો..

Delhi Excise Policy Case: અરવિંદ કેજરીવાલની દારુ નિતિ કૌભાંડ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. માત્ર એક વ્યક્તિના નિવેદનના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ શરથ ચંદ્ર રેડ્ડી છે, જે દવા બનાવતી કંપનીના માલિક છે. તેની અન્ય કંપનીઓ પણ છે. તેને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે ક્યારેય CM કેજરીવાલને મળ્યો નથી કે તેને AAP સાથે કોઈ લેવાદેવા નથી.

Delhi Excise Policy Case ED did not produce a single proof of money, Atishi questions Kejriwal's arrest.. Watch the video..

Delhi Excise Policy Case ED did not produce a single proof of money, Atishi questions Kejriwal's arrest.. Watch the video..

News Continuous Bureau | Mumbai 

Delhi Excise Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ( Arvind Kejriwal  ) ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP) એ ભારતીય જનતા પાર્ટી ( BJP ) પર મોટો આરોપ લગાવ્યો છે. AAP એ આજે દાવો કર્યો હતો કે ભાજપને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કથિત દારૂ કૌભાંડમાં આરોપી કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા દાન મળ્યું હતું. પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં AAP મંત્રી અને પાર્ટીના નેતા આતિશીએ કહ્યું હતું કે- આ કેસની મની ટ્રેલ સામે આવી છે. તમામ પૈસા ભારતીય જનતા પાર્ટી ( BJP  ) ના ખાતામાં ગયા છે. હું પીએમ નરેન્દ્ર મોદી અને તેમના જમણા હાથના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED ) ને આ કેસમાં ભાજપને આરોપી બનાવવા અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ધરપકડ કરવા પડકાર ફેંકું છું . 

Join Our WhatsApp Channel

આતિશીના ( Atishi Marlena ) જણાવ્યા અનુસાર, “અરવિંદ કેજરીવાલની દારુ નિતિ કૌભાંડ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. માત્ર એક વ્યક્તિના નિવેદનના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેનું નામ શરદ રેડ્ડી છે. તે અરબિંદો ફાર્માના માલિક છે. તેમને 9 નવેમ્બર 2022ના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ ક્યારેય અરવિંદ કેજરીવાલને મળ્યા નથી કે તેમની સાથે વાત કરી નથી અને તેમને AAP સાથે કોઈ લેવાદેવા નથી. આ કહ્યા બાદ બીજા જ દિવસે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યા બાદ તેણે પોતાનું નિવેદન બદલ્યું. તેમણે કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલને મળ્યા અને તેમની સાથે દારૂ કૌભાંડ પર વાત કરી. આટલું કહ્યા પછી તેને જામીન મળી ગયા, પણ પૈસા ક્યાં છે? મની ટ્રેલ ક્યાં છે?”

આ સમાચાર પણ વાંચો : Delhi Liquor Case: દિલ્હી દારુ નિતિ કેસમાં હવે પંજાબનો વારો? ભગવંત માનના ધારાસભ્યો અને અધિકારીઓ પર EDની નજર..

શરથ રેડ્ડીની કંપનીઓ દ્વારા ચૂંટણી બોન્ડ ( Election bond ) દ્વારા ભાજપના ખાતામાં પૈસા આપવામાં આવ્યા હતા..

AAPની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, આતિશીએ દાવો કર્યો હતો કે શરથ રેડ્ડીની કંપનીઓ દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપના ખાતામાં પૈસા આપવામાં આવ્યા હતા. પહેલા 4.5 કરોડ અને પછી ધરપકડ બાદ 55 કરોડ રૂપિયા ભાજપને આપવામાં આવ્યા હતા. હું વડાપ્રધાન મોદી અને EDને પડકાર આપું છું કે હવે દારૂ કૌભાંડમાં મની ટ્રેલ છે. EDએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની ધરપકડ કરવી જોઈએ.

આમ આદમી પાર્ટીની એક એક્સ પર શેર કરવામાં આવેલી પોસ્ટે કહ્યું હતું કે, “કથિત દારૂ કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. કહેવાય છે કે દારૂની કંપનીઓને જંગી નફો આપવામાં આવ્યો હતો પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો મની ટ્રેલ હોય તો તે પૈસા ક્યાં છે અને કોના ખાતામાં ગયા છે? સેંકડો દરોડા અને ધરપકડો પછી પણ એક પણ પૈસો કોઈ નેતા પાસે મળ્યો નથી. તો આની તપાસ થવી જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kiren Rijiju praises Rahul Gandhi ભાજપના મંત્રીએ કરી રાહુલ ગાંધીની પ્રશંસા, કોંગ્રેસ નેતાના આ વીડિયો પર ફિદા થયા મંત્રી કિરેન રિજિજુ
US Russia Energy Sanctions Impact India ચીન કે ભારત? રશિયન ઓઈલ અને ગેસનો સૌથી મોટો ખરીદદાર કોણ? જાણો નવું અમેરિકી બિલ કેવી રીતે બદલશે ખેલ
2027 Political Game Changer Gen Z ૨૦૨૭ માં મોદી સરકાર, વિપક્ષ અને ‘GenZ’… દેશના રાજકારણની રમતમાં કોણ સાબિત થશે ‘ગેમ ચેન્જર’?
FCRA Bill Controversy India Global Impact શું છે આ FCRA બિલ? ભારતની મસ્જિદચર્ચથી લઈને અમેરિકા સુધી મચી ગયો છે હડકંપ
Exit mobile version