દિલ્હી હાઈકોર્ટે તલાક મામલે નિર્ણય આપતી વખતે સમાન નાગરિક સંહિતાને ટેકો આપ્યો છે.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે આજના આધુનિક ભારતમાં ધર્મ, જાતિની બાધાઓ ધીરે ધીરે ખતમ થઈ રહી છે. આ બદલાવના કારણે લગ્ન અને છુટાછેડામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.
દેશમાં બંધારણની કલમ ૪૪ હેઠળ સમાન નાગરિક સંહિતાનો અમલ થવો જોઈએ, જેથી આજની યુવા પેઢીને આ સમસ્યાઓનો સામનો કરવો ન પડે.
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ જણાવ્યું કે આ નિર્ણયને કાયદા મંત્રાલયને મોકલવામાં આવે જેથી કરીને કાયદા મંત્રાલય આ મામલા પર વિચાર કરી શકે.