Site icon

Delhi High Court: કોર્ટે 600 વર્ષ જૂની મસ્જિદમાં નમાઝ પઢવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો, હાઈકોર્ટે આપી આ દલીલ..જાણો વિગતે..

Delhi High Court: આ વર્ષે 30 જાન્યુઆરીએ દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં સ્થિત અખુંદજી મસ્જિદ અને બહેરુલ ઉલૂમ મદરેસાને બુલડોઝ ચલાવીને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. ડીડીએ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Delhi High Court Court refused to allow Namaz in 600-year-old mosque, High Court gave this argument..Know details

Delhi High Court Court refused to allow Namaz in 600-year-old mosque, High Court gave this argument..Know details

News Continuous Bureau | Mumbai

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે એવી અરજીને ફગાવી દીધી હતી કે તે પ્રાચીન મસ્જિદના ( Ancient Mosque ) સ્થળે રમઝાનની નમાજની મંજૂરી આપી શકે નહીં. વાસ્તવમાં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજને પ્રાચીન મસ્જિદની જગ્યાએ નમાઝ પઢવાની છૂટ આપવામાં આવે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 30 જાન્યુઆરીએ દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં સ્થિત અખુંદજી મસ્જિદ ( Akhoondji Masjid ) અને બહેરુલ ઉલૂમ મદરેસાને બુલડોઝ ચલાવીને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. ડીડીએ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં તોડી પાડવામાં આવેલી મસ્જિદમાં રમઝાનની નમાઝ ( Ramadan Namaz ) પઢવા અંગે અરજી કરવામાં આવી હતી.

ન્યાયાધીશ સચિન દત્તાએ 11 માર્ચે અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે શબ-એ-બારત દરમિયાન સ્થળ પર પ્રવેશ માટેની આવી જ અરજી પહેલા જ ફગાવી દેવામાં આવી છે. તેથી આવી અરજી આગળ પણ સ્વીકારવામાં આવશે નહીં.

DDA એ 30 જાન્યુઆરીની સવારે મહેરૌલીમાં અખુનજી મસ્જિદ અને બહારુલ ઉલૂમ મદરેસાને તોડી પાડી હતી.

દિલ્હી હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે, ‘23.02.2024ના અગાઉના આદેશમાં આપવામાં આવેલ તર્ક વર્તમાન અરજીના સંદર્ભમાં પણ લાગુ પડે છે. આવા સંજોગોમાં, આ કોર્ટ માટે અલગ દૃષ્ટિકોણ અપનાવવાનું કોઈ વ્યાજબી કારણ નથી. આમ, આ કોર્ટ હાલની અરજીમાં માંગવામાં આવેલી રાહત આપવા માટે પણ વલણ ધરાવતી નથી અને પરિણામે આ અરજી ફગાવી દેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha election 2024: લોકસભા ચૂંટણી જાહેરાત બાદ MPમાં BJPને મોટો ફટકો, આ દિગ્ગજ સાંસદે પાર્ટી છોડી..

વાસ્તવમાં, રમઝાનની નમાઝ માટેની અરજી મુન્તાઝમિયા કમિટી મદરેસા બહરૂલ ઉલૂમ અને કબ્રસ્તાન દ્વારા દાખલ કરવામાં આવી હતી. 23 ફેબ્રુઆરીના રોજ, હાઈકોર્ટે દિલ્હી વક્ફ બોર્ડની મેનેજિંગ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં નિર્દેશ માંગવામાં આવ્યો હતો કે સ્થાનિક લોકોને શબ-એ-બારાત ની નમાઝ તે જમીનદોસ્ત થયેલી મસ્ઝિદ પર પઢવાની મંજૂરી આપવામાં આવે. જ્યાં એક સમયે અખુનજી દફનાવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)એ 30 જાન્યુઆરીની સવારે મહેરૌલીમાં અખુનજી મસ્જિદ અને બહારુલ ઉલૂમ મદરેસાને તોડી પાડ્યા હતા. સ્થાનિક લોકોનો દાવો છે કે આ મસ્જિદ લગભગ 600-700 વર્ષ પહેલા દિલ્હી સલ્તનતના સમયમાં બનાવવામાં આવી હતી.

Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
C.P. Radhakrishnan: તમિલનાડુના મોદીનો મેજિક ચાલ્યો! RSSના સ્વયંસેવકથી ઉપરાષ્ટ્રપતિ સુધી રાધાકૃષ્ણનની આવી રહી સફર
Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
Exit mobile version