ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ ને કોરોના થયો છે. તેઓ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
તેમણે પોતાની જાતને isolate કરી નાખ્યા છે અને પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવાની વિનંતી કરી છે.
પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું છે કે તેઓ isolation માં હોવા છતાં દિલ્હીની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના ને કારણે પરિસ્થિતિ બેકાબૂ છે.