ભારતભરમાં વિસ્ફોટો કરવા માટે કઈ રીતે વિસ્ફોટક આ દેશની અંદર સુધી પહોંચ્યા? આતંકીઓએ કર્યો ખુલાસો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર

ભારતભરમાં 26/11થી પણ મોટા વિસ્ફોટ કરવાનું પાકિસ્તાનની આઇએસઆઇ અને દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસ ઈબ્રાહિમનું ષડ્યંત્ર નિષ્ફળ ગયું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે છ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ આતંકવાદીઓ પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યાં હતાં. પૂછપરછ દરમિયાન વિસ્ફોટક દેશની અંદર કેવી રીતે પહોંચાડ્યા એનો ખુલાસો આતંકવાદીઓએ કર્યો છે.

Join Our WhatsApp Community

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે છમાંથી બે આતંકવાદીઓએ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. આ કાવતરાના  માસ્ટરમાઇન્ડ અનીસ ઇબ્રાહિમે ભારતમાં વિવિધ ઠેકાણે હથિયારો અને વિસ્ફોટકો પહોંચાડવાની જવાબદારી લીધી હતી. દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સુધી આ લોકોનું નેટવર્ક ફેલાયેલું હતું.

વડા પ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રાલયના નવાં કાર્યાલયોનું કર્યું ઉદ્ઘાટન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ટીકાકારો પર સાધ્યું નિશાન; જાણો તેમણે શું કહ્યું

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલો સામાન 9મી ઑગસ્ટ, 2021ના રોજ  અમૃતસરમાં ડ્રૉનની મદદથી ડ્રૉપ કરવામાં આવેલાં હથિયારો જેવો જ છે. 

હાલમાં આ છ આતંકવાદીઓ પોલીસ હિરાસતમાં છે. વધુ પૂછપરછમાં અન્ય ખુલાસા થઈ શકે છે.

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા
Exit mobile version