Site icon

Turkman Gate: દિલ્હીમાં હિંસા: તુર્કમાન ગેટ પર ગેરકાયદે બાંધકામ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો.

ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે હાઈકોર્ટના આદેશ પર 20 બુલડોઝરોએ દબાણ હટાવ્યું; તોફાનીઓને વિખેરવા આંસુ ગેસના ગોળા છોડાયા.

Turkman Gate દિલ્હીમાં હિંસા તુર્કમાન ગેટ પર ગેરકાયદે

Turkman Gate દિલ્હીમાં હિંસા તુર્કમાન ગેટ પર ગેરકાયદે

News Continuous Bureau | Mumbai

Turkman Gate  રાજધાની દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં બુધવારે સવારે તે સમયે તણાવ ફેલાઈ ગયો જ્યારે ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ હટાવવા પહોંચેલી ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો. દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ પર શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન તોફાની તત્વોએ પોલીસ પર જોરદાર પથ્થરમારો કર્યો અને કેટલીક જગ્યાએ આગજનીનો પણ પ્રયાસ કર્યો. આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ કાફલો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

 

ફ્લાયઓવરના કામમાં અવરોધરૂપ દબાણ પર એક્શન

મળતી માહિતી મુજબ, આ ગેરકાયદે બાંધકામ ફ્લાયઓવરના નિર્માણમાં અને જાહેર રસ્તામાં અડચણરૂપ બની રહ્યું હતું. હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને પોલીસની ટીમ રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં 7 બુલડોઝર મંગાવવામાં આવ્યા હતા, પરંતુ વિરોધ જોઈને બુધવારે સવારે તેની સંખ્યા વધારીને 20 કરી દેવામાં આવી હતી. મસ્જિદના મુખ્ય માળખાને છોડીને આસપાસના ગેરકાયદે દવાખાના અને જનતા ઘરને તોડી પાડવામાં આવ્યા છે.

 

લાઠીચાર્જ અને આંસુ ગેસના ગોળા છોડી સ્થિતિ પર કાબૂ મેળવાયો

જેવી દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ, કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો. સ્થિતિ બગડતી જોઈ પોલીસે વળતી કાર્યવાહીમાં લાઠીચાર્જ કર્યો અને આંસુ ગેસના ગોળા છોડ્યા. પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી પહેલા શાંતિ સમિતિઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરવામાં આવી હતી, તેમ છતાં કેટલાક લોકોએ કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : India Reaction on Venezuela Crisis: વેનેઝુએલાના તણાવ વચ્ચે ભારતની મોટી જાહેરાત: એસ. જયશંકરે નાગરિકોની સુરક્ષા ને લઈને કહી આવી વાત

FIR દાખલ, CCTV અને બોડી કેમથી ઓળખ શરૂ

આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 6 લોકો થી વધુ નીઅટકાયત કરી છે અને રમખાણો તેમજ સરકારી કામમાં અવરોધ ઊભો કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવા માટે પોલીસકર્મીઓના ‘બોડી કેમ’ અને વિસ્તારના CCTV કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. હાલ રામલીલા મેદાન પાસેના આ સમગ્ર વિસ્તારમાં બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને ચપ્પે-ચપ્પે સુરક્ષા જવાનો તૈનાત છે.

 

India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.
Union Budget 2026-27 Date: બજેટ 2026-27 ની તારીખો જાહેર: રવિવારે બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણ રચશે ઇતિહાસ, જાણો આખું શેડ્યૂલ
Elephant Attack: ઝારખંડના પશ્ચિમી સિંહભૂમમાં જંગલી હાથીનો ખૂની ખેલ: એક જ રાતમાં 7 લોકોને કચડી નાખ્યા, જાન્યુઆરીમાં અત્યાર સુધી થયા આટલા ના મોત
Exit mobile version