Site icon

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કહ્યું-નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય સાચો! પાંચમાંથી આ એક જજે કર્યો વિરુદ્ધ.. જાણો કેમ

2016માં કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને પડકારતી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 2016ની નોટબંધીને માન્ય ગણાવી છે અને કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે. આ સાથે જ કોર્ટે તમામ 58 અરજીઓ ફગાવી દીધી છે

Demonetisation verdict - SC rejects pleas challenging govt's 2016 note ban decision

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, કહ્યું-નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય સાચો! પાંચમાંથી આ એક જજે કર્યો વિરુદ્ધ.. જાણો કેમ

News Continuous Bureau | Mumbai

2016માં કેન્દ્ર સરકારના નોટબંધીના ( Demonetisation  ) નિર્ણયને પડકારતી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ( SC  ) આજે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 2016ની નોટબંધીને ( note ban decision ) માન્ય ગણાવી છે અને કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે. આ સાથે જ કોર્ટે તમામ 58 અરજીઓ ફગાવી દીધી છે. 4 ન્યાયાધીશોએ બહુમતીથી નિર્ણય આપ્યો છે. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે 8 નવેમ્બર, 2016ના નોટિફિકેશનમાં કોઈ ભૂલ જોવા મળી નથી. સાથે જ કોર્ટે એવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે કે RBI રદ થયેલી નોટોને સર્ક્યુલેટ કરી શકે નહીં.

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી. તેથી તે અધિસૂચના રદ કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના નિર્ણયને માન્ય રાખ્યો. સુપ્રીમ કોર્ટે 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે.

નિર્ણય લેવાની પ્રક્રિયાને ખોટી ન કહી શકાય – કોર્ટ

ચુકાદો જાહેર કરતી વખતે ન્યાયાધીશે એમ પણ કહ્યું કે કોર્ટ આર્થિક નીતિમાં ખૂબ જ મર્યાદિત દખલ કરી શકે છે. ન્યાયાધીશે એમ પણ કહ્યું છે કે કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે 6 મહિના સુધી ચર્ચા થઈ હતી, તેથી નિર્ણય લેવાની પ્રક્રિયાને ખોટી ઠેરવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો લોકો આ નિર્ણયને કારણે ઉભી થયેલી સમસ્યાઓ વિશે વાત કરવા માંગતા હોય તો સૌથી પહેલા એ જોવું જરૂરી છે કે આ પગલાનો ઉદેશ્ય શું હતો.

આ સમાચાર પણ વાંચો:   છ વર્ષ બાદ ધૂણ્યું નોટબંધીનું ભૂત, આજે સુપ્રીમ સંભળાવશે ચુકાદો, કોર્ટ કોની તરફેણમાં આપશે નિર્ણય?? 

ચાર જજે કહ્યું, નોટબંધીની કેન્દ્રને સત્તા છે, એક જજે કહ્યું કે સત્તા નથી

જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ નઝીર, જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ નાગરત્ન ઉપરાંત પાંચ જજોની બેન્ચના અન્ય સભ્યોમાં જસ્ટિસ એ.એસ બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ. આ નિર્ણયને 4 જજોની બહુમતી મળી હતી જ્યારે જસ્ટિસ નાગરત્ન નિર્ણયની વિરુદ્ધ હતા. આ બંધારણીય બેન્ચના 4 જજે કેન્દ્રને સત્તા છે એવું કહ્યું, જયારે એક જજે કહ્યું ના કેન્દ્રને સત્તા નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016, 8 નવેમ્બરનો દિવસ દેશના અર્થતંત્રના ઈતિહાસમાં એક ખાસ દિવસ તરીકે નોંધાયેલો છે. વર્ષ 2016માં આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાબર 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરી દેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  ઉર્ફી જાવેદ ની મુશ્કેલી વધી, ડ્રેસિંગ સ્ટાઈલને લઈને BJP નેતા મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા, અભિનેત્રીને લઇને કરી આ માંગ

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Exit mobile version