Site icon

દિવાળી વેકેશન ઘરે જ મનાવવું પડશે.. ડીજીસીએએ 30 નવેમ્બર સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ્દ કરી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
28 ઓક્ટોબર 2020

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકએ બુધવારે જણાવ્યું હતું કે , કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સનું સસ્પેન્શન 30 નવેમ્બર સુધી વધારવામાં આવ્યું છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે 23 માર્ચથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ ભારતમાં સ્થગિત કરવામાં આવી છે. પરંતુ જુલાઈથી વંદે ભારત મિશન હેઠળ પસંદ થયેલ દેશો સાથે દ્વિપક્ષીય સંમતિ હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે .

Join Our WhatsApp Community

ભારતે અમેરિકા, યુકે, યુએઈ , કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત લગભગ 18 દેશો સાથે એર બબલ કરાર કર્યા છે. બે દેશો વચ્ચે એર બબલ કરાર હેઠળ, વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તેમના એરપોર્ટ્સ દ્વારા તેમના પ્રદેશો વચ્ચેની સંચાલન કરી શકાય છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ પરિપત્રમાં એમ પણ જણાવ્યું હતું કે સસ્પેન્શન આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને ખાસ કરીને તેના દ્વારા મંજૂર કરવામાં આવતી ફ્લાઇટ્સના સંચાલનને અસર કરતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રોગચાળાની સ્થિતિ વચ્ચે બે મહિનાના અંતરાલ બાદ 25 મેના રોજ ભારતમાં નિર્ધારિત સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી.

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version