Site icon

ભારે કરી.. મુસાફરોને લીધા વિના ફ્લાઈટ ઉડી ગઈ, એરપોર્ટ પર રાહ જોતા રહ્યા યાત્રીઓ.. હવે DGCA ફટકાર્યો 10 લાખનો દંડ

આજકાલ ફ્લાઈટ સાથે જોડાયેલ સમાચારો બહુ આવી રહ્યા છે અને લોકોમાં તેની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. દરમિયાન ફરી આવો એક કિસ્સો આવ્યો છે, જે લોકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઇટ 50થી વધારે મુસાફરોને લીધા વિના જ ઉડી ગઈ હતી. આ તમામ યાત્રી રનવે પર બસમાં સવાર હતા. પણ ફ્લાઈટ તેમને લીધા વિના જ ઉડી ગઈ હતી.

DGCA fines Go First Airlines Rs 10 lakh for flying away without passengers

ભારે કરી.. મુસાફરોને લીધા વિના ફ્લાઈટ ઉડી ગઈ, એરપોર્ટ પર રાહ જોતા રહ્યા યાત્રીઓ.. હવે DGCA ફટકાર્યો 10 લાખનો દંડ

News Continuous Bureau | Mumbai

આજકાલ ફ્લાઈટ સાથે જોડાયેલ સમાચારો બહુ આવી રહ્યા છે અને લોકોમાં તેની ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. દરમિયાન ફરી આવો એક કિસ્સો આવ્યો છે, જે લોકોમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઇટ 50થી વધારે મુસાફરોને લીધા વિના જ ઉડી ગઈ હતી. આ તમામ યાત્રી રનવે પર બસમાં સવાર હતા. પણ ફ્લાઈટ તેમને લીધા વિના જ ઉડી ગઈ હતી.

Join Our WhatsApp Community

કંપની પર ફટકારવામાં આવ્યો 10 લાખ રૂપિયાનો દંડ
હવે આ મામલે હવે કંપની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવ્યા છે. ડીજીસીએ હવે કંપનીને 10 લાખ રૂપિયા નો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે આ પહેલા વિમાનન ઊડિયન નિયામક ડીજીસીએ દ્વારા એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટને કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી.

ટર્મિનલ કોઓર્ડિનેટર કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે સંકલનનો અભાવ

DGCAએ GoFirstને આપેલી નોટિસમાં ટાંક્યું હતું કે, 9 જાન્યુઆરીએ આ લાપરવાહી સર્જાય હતી. જેના વિરુદ્ધ કારણ બતાવો નોટિસનો જવાબ પણ મંગાવવામાં આવ્યો હતો. એરલાઇન કંપનીના જવાબ અનુસાર એરક્રાફ્ટમાં મુસાફરોના બોર્ડિંગને લઈને ટર્મિનલ કોઓર્ડિનેટર (TC) કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે વાતચીત અને સંકલનનો અભાવ હતો.

આ સમાચાર પણ વાંચો:  બોરીવલી વાસીઓ માટે સારા સમાચાર, SV રોડ પર આ આવેલ બ્રિજ તોડીને નવો બનાવવામાં આવશે.. ખર્ચવામાં આવશે આટલા કરોડ રૂપિયા .

ઉલ્લેખનીય છે કે 9 જાન્યુઆરીએ ગો એરની ફ્લાઈટ બેંગ્લોરના કેમ્પેગૌડા એરપોર્ટથી દિલ્હી જવા માટે ઉપડવાનું હતું. તે પ્લેનના મુસાફરોને ચાર બસ દ્વારા પ્લેનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. પરંતુ એક બસમાં ચેક-ઇન થયેલા તમામ મુસાફરો પ્લેનમાં ચઢવા માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે પ્લેન ટેક ઓફ થયું હતું. જેથી મૂંઝવણ સર્જાઈ હતી. ગો એરની આ ભૂલ ઘણી ગંભીર હતી. DGCA એ તેની નોંધ લીધી છે અને તેમના પર 10 લાખનો દંડ ફટકાર્યો છે.

ગો એર એ લગભગ સાડા ત્રણ કલાક પછી બસમાં રહી ગયેલા તમામ મુસાફરોને બીજા વિમાનમાં બેસાડીને દિલ્હી મોકલ્યા. જે બાદ ગો એર એ માફી માંગી અને કહ્યું કે આ ઘટના બેદરકારીના કારણે બની છે. તેમણે ભારતમાં કોઈપણ મુસાફરોને મફત ટિકિટ આપવાનું વચન પણ આપ્યું હતું. તેણે આ ભૂલ માટે જવાબદાર તમામ ક્રૂ મેમ્બર્સને સસ્પેન્ડ પણ કર્યા.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version