Site icon

હવાઈ પ્રવાસીઓ માસ્ક વગર નહીં કરી શકે સફર-દેશમાં કોરોના વધતા સરકારે લાગુ પાડ્યા કડક નિયમ- જાણો નવા નિયમો 

Scorpion bites woman passenger onboard Air India flight

આ એરલાઇન ની ફ્લાઈટમાં બની વિચિત્ર ઘટના, વીંછીએ મહિલાને માર્યો ડંખ, પેસેન્જર્સ ટેન્શનમાં…

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

છેલ્લા કેટલાક સમયમાં કોરોનાનું(Corona) સંક્રમણ વધ્યું છે ત્યારે DGCA એ એરલાઇન્સને(Airlines) બુધવારે કડક સૂચના આપી છે કે, ચેતવણી આપ્યા પછી પણ માસ્ક(Mask) પહેરવાનો ઇનકાર કરે તો પેસેન્જરને(Passenger) ફ્લાઇટમાંથી(Flight) ઉતારી મૂકો. 

ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના સર્ક્‌યુલરમાં જણાવ્યા અનુસાર કોઇ પેસેન્જર ફ્લાઇટ ટેક-ઓફ થઈ ગયા પછી માસ્ક પહેરવાનો મનાઇ કરે અથવા કોવિડ-૧૯ પ્રોટોકોલનું(Covid-19 protocol) પાલન ન કરે તો એરલાઇન તેને ‘ઉદ્ધત પેસેન્જર’(Insolent passenger) ગણાવી ચોક્કસ સમય માટે હવાઇ મુસાફરી પર પ્રતિબંધ મૂકી શકે.

ટર્મિનિલ્સમાં(terminals) માસ્ક નહીં પહેરનાર લોકોને નિયમોનું પાલન કરાવવા અને દંડ વસૂલવા એરપોર્ટ ઓપરેટર્સે સ્થાનિક પોલીસ(Airport Operators local police) અને સુરક્ષા એજન્સીઓની(security agencies) મદદ લેવી જોઈએ. દિલ્હી હાઇકોર્ટના(Delhi High Court) ૩ જૂનના આદેશનું પાલન કરવા સર્ક્‌યુલર જારી કરાયો છે. 

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારના આ એક નિર્ણયને કારણે કોકાકોલા અને પેપ્સી સહિત અમુલ પણ હલી ગયું- સરકારને લખ્યો આ પત્ર- જાણો વિગતે

કોર્ટના આદેશમાં જણાવ્યા અનુસાર DGCA દ્વારા એરપોર્ટ્‌સ પર અને વિમાનમાં તમામ સ્ટાફ માટે કડક નિર્દેશ જારી થવા જાેઈએ. જેમાં ફ્લાઇટ એટેન્ડન્ટ્‌સ, એર હોસ્ટેસ, કેપ્ટન/પાઇલટ અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. કોર્ટે માસ્ક અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનાર પેસેન્જર્સ અને અન્ય સામે કડક પગલાં લેવાની સૂચના આપી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર વારંવાર નિયમનું પાલન નહીં કરનારને ‘નો-ફ્લાય લિસ્ટ’માં(no-fly list) મૂકવા જાેઇએ. DGCAના બુધવારના સર્ક્‌યુલરમાં જણાવ્યા અનુસાર પેસેન્જર્સ ફ્લાઇટ્‌સમાં યોગ્ય રીતે માસ્ક પહેરે છે કે નહીં તેનું એરલાઇન્સે ધ્યાન રાખવું જોઈએ. અસામાન્ય સ્થિતિ કે યોગ્ય કારણો હેઠળ જ માસ્ક હટાવવાની છૂટ આપવી જોઈએ. પેસેન્જરને વધારાનો માસ્ક જોઇતો હોય તો એરલાઇને આપવો જોઇએ. સતત ચેતવણી છતાં પેસેન્જર સૂચનાનું પાલન ન કરે તો ટેક-ઓફ પહેલાં તેને ફ્લાઇટમાંથી ઉતારી શકાય.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version