Site icon News Continuous Bureau | Mumbai

ચીની તણાવ વચ્ચે ભારતીય સેનાએ મેડ ઇન ઈન્ડિયા ‘ધ્રુવસ્ત્ર’ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.. જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

22 જુલાઈ 2020

 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન અંતર્ગત ભારતીય સેનાને સતત મજબૂત કરવામાં આવી રહી છે. સેનાની તાકાતમાં વધારે એક નામ જોડાઈ ગયું છે. ભારતે ધ્રુવસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. આ મિસાઇલ હુમલો હેલિકોપ્ટરના ધ્રુવ પર ગોઠવવામાં આવશે. ઝડપી પ્રત્યુત્તર સાથે, આ મિસાઇલ આંખ મીંચીને દુશ્મનોના લક્ષ્યોનો નાશ કરશે. 

'ધ્રુવસ્ત્ર' મિસાઇલનું ઓડિશામાં ડાયરેક્ટ અને ટોપ એટેક મોડમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલની રેન્જ ચાર કિલોમીટરથી સાત કિલોમીટર સુધીની છે. 15-16 જુલાઈના રોજ ઓડિસાના બાલાસોરમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે તેને આર્મીને સોંપવામાં આવશે. તેનો ઉપયોગ ભારતીય સેનાના ધ્રુવ હેલિકોપ્ટરથી કરવામાં આવશે. એટલે કે અટેક હેલિકોપ્ટર ધ્રુવ પરથી તૈનાત કરવામાં આવશે, જેથી સમય આવે ત્યારે દુશ્મનને પાઠ ભણાવી શકાય.

નોંધનીય છે કે અગાઉ આ મિસાઈલનું નામ નાગ રાખવામાં આવ્યુ હતુ. જોકે, બાદમાં તેને ધ્રુવાસ્ત્ર રાખવામાં આવ્યુ છે. આ મિસાઈલની ક્ષમતા ચાર કિલોમીટર સુધીની છે. જે કોઈપણ યુદ્ધ ટેન્કને ખત્મ કરી શકે છે. આ મિસાઈલ સ્વદેશી હોવાના કારણે ડીઆરડીઓ અને સેનાની મોટી ઉપલબ્ધી માનવામાં આવી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version