ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
10 જુન 2020
બુરુંડીના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ પિયર કુરુન્ઝીજાનું નિધન થયું છે. એવું માનવામાં આવે છે કે તેઓ વિશ્વના પ્રથમ એવા નેતા છે જેનું મૃત્યુ કોરોના વાયરસને કારણે થયું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. પરંતુ બરુન્ડીના વિરોધી પક્ષોનો દાવો છે કે તેમનું મોત કોરોનાથી થયું છે.
જોકે, બુરુંદીની સરકારે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેના પ્રમુખ, પિયરે કુરુન્ઝીજા, હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે.. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રમતમાં રસ ધરાવતા રાષ્ટ્રપતિએ શનિવારે વોલીબોલની રમત જોઇ હતી, જેના પછી તે બીમાર પડ્યા કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે "પિયરનું મોત આકસ્મિક છે, આથીલોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવે છે.
બરુન્ડી દેશમાં સાત દિવસીય શોક જાહેર કરાયો છે.
નોંધનીય છે કે બરુંડી એકમાત્ર એવો દેશ છે કે જેણે કહ્યું હતું કે 'તેમના દેશના લોકો ભગવાનની ઉપાસના કરીને કોરોના વાયરસના રોગચાળાને ટાળશે' અને વિશ્વ વ્યાપી કોરોનાને અવગણ્યો હતો. પિયર બુરુંડીમાં લોકડાઉન અથવા કોઈ પણ પ્રતિબંધ લાદવાની ના પાડી હતી. આ ઉપરાંત, તેમણે રમતગમતના મોટા કાર્યક્રમો અને ચૂંટણીની રેલીઓને પણ મંજૂરી આપી હતી….