Site icon

Direct Tax Collection : ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં સારો વધારો, 11 ટકાના વધારા સાથે રૂ. 3.80 લાખ કરોડ

Direct Tax Collection : નાણા મંત્રાલયે માહિતી આપી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 17 જૂન સુધી દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 11.18 ટકા વધીને 3.80 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

Direct Tax collections Data: Direct tax collection till July 9 is Rs. 5.17 lakh crore; 14.65 percent more than last year.

Direct Tax collections Data: Direct tax collection till July 9 is Rs. 5.17 lakh crore; 14.65 percent more than last year.

News Continuous Bureau | Mumbai

Direct Tax Collection : જૂનમાં અત્યાર સુધી એડવાન્સ ટેક્સ(Tax) કલેક્શનમાં સારો વધારો(Increase) જોવા મળ્યો છે. તેના આધારે કહી શકાય કે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો(DIT) આંકડો સારો રહેવાનો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 17 જૂન સુધી દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 11.18 ટકા વધીને રૂ. 3.80 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. અત્યાર સુધીમાં, નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 3,79,760 કરોડ રહ્યું છે અને પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 3,41,568 કરોડ હતું.

Join Our WhatsApp Community

Direct Tax Collection : 17 જૂન સુધીના એડવાન્સ ટેક્સ કલેક્શનનો ડેટા

એડવાન્સ ટેક્સ કલેક્શનના કારણે આ વધારો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 17 જૂન સુધીમાં એડવાન્સ ટેક્સ કલેક્શન રૂ. 1,16,776 લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 13.70 ટકા વધુ છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 17 જૂન સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 3,79,760 કરોડ હતું, જેમાં કોર્પોરેટ ટેક્સ (CIT)ના રૂ. 1,56,949 કરોડનો સમાવેશ થાય છે. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) સહિત વ્યક્તિગત આવકવેરા તરીકે રૂ. 2,22,196 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.

Direct Tax Collection : કોર્પોરેટ ટેક્સના પણ સારા આંકડા

એકંદર ધોરણે, રિફંડ એડજસ્ટ કરતા પહેલાનું કલેક્શન રૂ. 4.19 લાખ કરોડ હતું. આ રકમ વાર્ષિક ધોરણે 12.73 ટકાનો વધારો દર્શાવે છે. તેમાં કોર્પોરેટ ટેક્સના રૂ. 1.87 લાખ કરોડ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિત રૂ. 2.31 લાખ કરોડનો વ્યક્તિગત આવકવેરો સામેલ છે. 17 જૂન સુધી રિફંડની રકમ રૂ. 39,578 કરોડ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 30 ટકા વધુ છે.

Direct Tax Collection : શા માટે આ આંકડા સારા સંકેત છે

નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેક્સ કલેક્શન 13.7 ટકા વધીને રૂ. 116,776 કરોડ થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 102,707 કરોડ હતું. એડવાન્સ ટેક્સ કલેક્શનમાં સારો વધારો એ સંકેત છે કે ટેક્સ નેટ વધુ વિસ્તરી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  ‘અમે વિરોધ કરીશું પણ રસ્તા પર નહીં ઉતરીશું’, UCC વિવાદ પર અરશદ મદનીએ કહ્યું- આઝાદી પછી કોઈ સરકારે..

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version