Site icon News Continuous Bureau | Mumbai

Divyang Welfare: દિવ્યાંગ માટે પારિતોષિક ફોર્મ વિનામૂલ્યે ઉપલબ્ધ, શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ વ્યકિતઓ અને કાર્યક્ષમ પ્લેસમેન્ટ ઓફિસર્સને મળશે પારિતોષિક

Divyang Welfare: દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક-૨૦૨૪ મેળવવા અરજી કરી શકાશે

Divyang Welfare Award form for Divyang available free of cost, best physically challenged persons and efficient placement officers will get awards

Divyang Welfare Award form for Divyang available free of cost, best physically challenged persons and efficient placement officers will get awards

News Continuous Bureau | Mumbai

Divyang Welfare:  કેન્દ્ર સરકાર અને રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી વર્ષ ૨૦૨૪ માટે દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ અર્થે રાજયકક્ષાના પારિતોષિકો મેળવવા માટે શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યકિતઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરી પર રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને પગભર કરવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ પારિતોષિક માટે અરજી કરી શકશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Union Budget 2025 Railwat: કેન્દ્રીય બજેટમાં રેલવે માટે ગુજરાતને આટલા કરોડની વિક્રમી ફાળવણી, 87 નવા સ્ટેશન બનાવી મુસાફરોની સુવિધા વધારાશે

Divyang Welfare:  પારિતોષિક માટે જરૂરી ફોર્મ વેબસાઈટ www.talim rojgar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અથવા રોજગાર કચેરીઓમાંથી વિનામૂલ્યે તા.૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં ફોર્મ મળી શકશે. સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું તબીબી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને સંબધિત તમામ પ્રમાણપત્ર, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટો સહિત બિડાણમાં સામેલ કરી ત્રણ નકલમાં તા.૨૪/૦૨/૨૦૨૫ સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, સી-બ્લોક, પમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા મોકલી આપવું. વધુ વિગતો માટે ઉપરોક્ત સરનામે રૂબરૂ સંપર્ક સાધવા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

FCRA Bill JPC Review વિદેશી ફંડિંગ કાયદામાં ફેરફારથી કેમ મચ્યો હોબાળો? ચર્ચનો વિરોધ અને યુએસ દબાણ વચ્ચે સરકાર માટે JPC કેમ બન્યું સેફટી વાલ્વ
NASA Invites India Moon Base Mission ચંદ્ર પર કાયમી વસાહત વસાવવાની તૈયારી નાસાએ ભારતને આપ્યું ખાસ આમંત્રણ, સ્પેસ સાયન્સમાં રચાશે નવો ઇતિહાસ
BJP Internal Rebellion Resignations ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ એક પછી એક રાજીનામાથી હાઈકમાન્ડ ચિંતામાં, દિગ્ગજ નેતાને દિલ્હીનું તેડું
Amit Shah Statement on Students in Lok Sabha લોકસભામાં આવતીકાલે વિદ્યાર્થીઓ અંગે નિવેદન આપી શકે છે અમિત શાહ, સંસદમાં રાહુલખડગે વચ્ચે બેઠક
Exit mobile version