Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટ BMC ને આપ્યો ઠપકો– બોરીવલીથી મરીન ડ્રાઈવ લિન્ક રોડ માટે દરિયાની પટ્ટી પર ફરીથી દાવો ન કરવો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 ઓગસ્ટ 2020 

સુપ્રીમ કોર્ટે સોમવારે બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવ્યું હતું કે ઉત્તરમાં બોરીવલીથી લઈ દક્ષિણમાં આવેલા મરીન ડ્રાઈવ વિસ્તારને જોડવા માટે દરિયાકાંઠાના માર્ગના બાંધકામ માટે જરૂરી છે તેના કરતા વધુ દરિયાકિનારાનો ઉપયોગ કરી શકશે નહીં..

બી.એમ.સી. દ્વારા દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટ માટે ચાલુ નિર્માણના કામ પર રોક લગાવવાની અરજીની સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટે આમ કહ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે "દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટ માટે જે જરૂરી છે તેના કરતા વધુ દરિયા પટ્ટીનો ઉપયોગ કરી શકશે નહીં.

ટોચની અદાલતે BMC ને જરૂરી એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું છે, કે જે જમીન તે સંપાદન કરી રહી છે, તે વિસ્તારના નકશાની સાથે માત્ર રસ્તા માટે જરૂરી જમીન જ સંપાદન કરશે અને બે અઠવાડિયામાં તે અંગે બધી વિગતો કોર્ટને આપવી પડશે."

પર્યાવરણવિદોએ એમ કહીને આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો કે બીએમસી દ્વારા દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટ માટે ચાલી રહેલા પુન:નિર્માણના કામ માટે BMC એ જરૂર કરતાં વધુ દરિયાઈ પટ્ટી સંપાદન કરી પ્રકૃતિને અને પર્યાવરણ ને નુકસાન પહોંચાડી રહી છે. પ્રોજેક્ટનો વિરોધ કરનારા અરજદારોની રજૂઆત કરતા વકીલે કહ્યું હતું કે  22 કિ.મી.ના દરિયાકાંઠાની જમીનને  અત્યાર સુધીમાં 75 હેક્ટર જમીન મેળવી લેવામાં આવી છે. 

સોલિસીટર જનરલ તુષાર મહેતા અને સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ, મહારાષ્ટ્ર સરકાર અને તેના અધિકારીઓનો પક્ષ મુક્યો હતો અને કોર્ટ ને ખાતરી આપી હતી કે પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછી જરૂરી જમીનની જ ફાળવણી કરવામાં આવી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

CEC Gyanesh Kumar Mock Impeachment મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોટો મોરચો મીરા કુમાર સંભાળશે ‘સ્પીકર’ ની ખુરશી, મલ્લિકાર્જુન ખડગે લાવશે મોક મહાભિયોગ પ્રસ્તાવ
MLC Election Results Political Analysis ૧૩ જીત્યા તોય ચિંતા, ૧ જીતીને પણ ઉત્સવ! MLC ચૂંટણીના પરિણામો પાછળ એવું તો શું છુપાયેલું છે જે સામાન્ય નજરે નથી દેખાતું? જુઓ સમગ્ર સમીકરણ
CJP Supports Congress Rally કોંગ્રેસ અને CJP હાથ મિલાવશે! ૧ નવેમ્બરની રૅલી પૂર્વે અભિજીત દિપકેની જાહેરાતથી શાસક પક્ષની વધી ચિંતા…
Congress Retaliates Against PM Modi ટ્રોલિંગ બંધ કરો અને જનાદેશ સ્વીકારો, પીએમ મોદીના તંજ સામે કોંગ્રેસ લાલઘૂમ; નાગપુર અને વારાણસીના આંકડા ટાંકી કર્યો પલટવાર
Exit mobile version