Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના પ્રતિબંધો હળવા થતાં દેશમાં ઉડ્ડયન ક્ષેત્રને થયો આ ફાયદો : છેલ્લા એક મહિનામાં ડોમેસ્ટિક ફ્લાયરની સંખ્યામાં આટલા ટકાનો થયો વધારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

દેશમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવવાની સાથે અનેક પ્રકારની છૂટછાટો સરકારે આપી દીધી છે. એથી કેટલાય મહિના ઘરમાં જ અટવાઈ રહેલા લોકોએ ફરવા માટે ઊપડી જવાનું ચાલુ કરી દીધું છે. એની સીધી અસર દેશના ઉડ્ડયન ક્ષેત્ર પર  પડી છે. જુલાઈ મહિનામાં જ દેશમાં ડોમેસ્ટિક ફ્લાયરની સંખ્યામાં 137.59 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં ડોમેસ્ટિક ઍર પેસેન્જરની સંખ્યા 21.07 લાખ હતી, એ  આ વર્ષે વધીને 50.07 લાખ પર પહોંચી ગઈ છે.

જૂન 2021માં ડોમેસ્ટિક ફ્લાયરોની સંખ્યા 31.1 લાખ હતી, એ જુલાઈ 2021માં 50.07 લાખ પર પહોંચી ગઈ છે. એટલે કે લગભગ 61 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ અગાઉ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કોરોના  નિયંત્રણમાં હતો ત્યારે દર મહિને લગભગ 77 લાખ ડોમેસ્ટિક પ્રવાસીઓ નોંધાયા હતા.  એપ્રિલમાં જોકે કોરોનાની બીજી લહેરને પગલે દેશભરમાં ફરી આકરાં નિયંત્રણો લાદી દેવામાં આવ્યાં હતાં. એથી ફરીથી ડોમેસ્ટિક પ્રવાસને એની અસર પડી હતી. એપ્રિલ 2021માં ડોમેસ્ટિક પ્રવાસીની સંખ્યા 57.2 લાખ હતી, એ મે 2021માં ઘટીને સીધી 21.1 લાખ પર આવી ગઈ હતી. બાદમાં જોકે કોરોનાની બીજી લહેર પણ ધીમે-ધીમે નિયંત્રણમાં આવતાં ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા ફરી વધવા માંડી હતી. જૂનમાં આ સંખ્યા 31.1 લાખ થઈ ગઈ હતી. 

ચોંકાવનારો રિપોર્ટ : વેક્સીન  લગાવ્યા બાદ પણ દેશમાં આટલા લાખથી વધુ લોકો થયા કોરોનાગ્રસ્ત

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઇન્ડિગો ડોમેસ્ટિક લેવલ પર 58 ટકા  પ્રવાસીઓ સાથે અગ્રેસર છે. ઍર ઇન્ડિયા 13.8 ટકા સાથે બીજા નંબર પર ડોમેસ્ટિક પ્રવાસીઓ ધરાવે છે.  

Sonam Wangchuk Hunger Strike ૨૩ દિવસનો સંઘર્ષ રંગ લાવ્યો કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે બેઠક બાદ સોનમ વાંગચુકે ભૂખ હડતાલ પાછી ખેંચી..
Sonam Wangchuk Medical Report સોનમ વાંગચુક કેસ દિલ્હી હાઈકોર્ટે માંગ્યા તમામ મેડિકલ રિપોર્ટ, આવતીકાલે ફરી થશે સુનાવણી
CJP Demands પરીક્ષામાં ગેરરીતિ અને આંદોલનો વચ્ચે મોટો વિકાસ CJPના નેતાઓએ JP નડ્ડાને મળીને સરકાર સમક્ષ મૂક્યો ત્રણ માંગણીઓનો લેખિત પ્રસ્તાવ
India Maritime Power સમુદ્રમાં ભારત બની રહ્યું છે દુનિયાનું સૌથી વિશ્વસનીય પાવરહાઉસ, વૈશ્વિક સુરક્ષા અને વેપારમાં વધતું મહત્વ
Exit mobile version