Site icon News Continuous Bureau | Mumbai

LPG Price Hike। સામાન્ય જનતાના બજેટ પર મોટો ઝટકો! ગેસ સિલિન્ડર મોંઘો થવાના એંધાણ, પીએમ મોદીની હાઈલેવલ મીટિંગથી હલચલ

LPG Price Hike। ઇરાન અને અમેરિકા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસની ભારે અછત સર્જાઈ છે, જેના લીધે દેશમાં ગમે ત્યારે ગેસ સિલિન્ડર મોંઘો થઈ શકે છે.

LPG Price Hike। સામાન્ય જનતાના બજેટ પર મોટો ઝટકો! ગેસ સિલિન્ડર મોંઘો થવાના એંધાણ, પીએમ મોદીની હાઈલેવલ મીટિંગથી હલચલ

LPG Price Hike। સામાન્ય જનતાના બજેટ પર મોટો ઝટકો! ગેસ સિલિન્ડર મોંઘો થવાના એંધાણ, પીએમ મોદીની હાઈલેવલ મીટિંગથી હલચલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

LPG Price Hike। ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અને મોટી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના રસોડા સુધી પહોંચવા જઈ રહી છે. વૈશ્વિક બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) અને ગેસની કિંમતોમાં સતત થઈ રહેલા તોતિંગ વધારાના કારણે ભારતમાં અગાઉ જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારી દેવામાં આવ્યા છે. હવે આ કટોકટી વચ્ચે સામાન્ય જનતાને એલપીજી (LPG) ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવ વધારાનો મોટો ઝટકો લાગી શકે છે. આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં યોજાનારી કેન્દ્રીય મંત્રીપરિષદની મહાબેઠકમાં રાંધણ ગેસના ભાવ વધારા અંગે સત્તાવાર જાહેરાત અથવા મોટો નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૧૦૯ ડોલરને પાર, મોંઘવારી વધશે

વૈશ્વિક બજારમાં બ્રન્ટ ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ ૧૦૯ ડોલરની સપાટી વટાવી ચૂકી છે. આ જ કારણે ભારતમાં ચાલુ સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૩.૯૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે, જેમાં ૧ ૫ મેના રોજ ૩ રૂપિયા અને ૧૯ મેના રોજ ૯૦ પૈસા પ્રતિ લીટરનો વધારો સામેલ છે. ઇંધણના ભાવ વધારા સાથે જ દેશમાં મોંઘવારીનો ગ્રાફ પણ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ સરકાર દ્વારા અગાઉ જ વધારી દેવામાં આવ્યા છે અને હવે ઘરગથ્થુ એલપીજી સિલિન્ડરના ભાવ ગમે ત્યારે વધવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે.

હોર્મુઝ ખાડી બંધ હોવાથી દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછત

આ યુદ્ધના કારણે માત્ર કિંમતો જ નથી વધી રહી, પરંતુ તેલ અને ગેસનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. વિશ્વનો મુખ્ય સપ્લાય રૂટ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝ खाडी) બંધ હોવાને કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસની ભારે અછત સર્જાઈ છે. મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં માત્ર એક મહિના સુધી ચાલે તેટલો જ ઇંધણનો સ્ટોક બચ્યો હોવાના અહેવાલો છે, જેના લીધે ઘણા વિસ્તારોમાં પેટ્રોલ પંપોની બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. માર્ચ મહિનામાં જ સરકારે ઘરગથ્થુ સિલિન્ડરમાં ૬૦ રૂપિયાનો વધારો કર્યો હતો અને ત્યારપછી આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ભાવો સ્થિર રાખ્યા હતા, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે.

આજે સાંજે ૪ વાગ્યે પીએમ મોદીની કેબિનેટ બેઠક પર નજર

જો આગામી દિવસોમાં ઇરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ અટકશે નહીં તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ ગંભીર સંકટનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે ૪ વાગ્યે કેન્દ્રીય કેબિનેટ અને મંત્રીપરિષદની હાઈ-લેવલ બેઠક યોજવાના છે. આ બેઠકમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, ઉર્જા સુરક્ષા અને વધતી મોંઘવારી પર ઉંડાણપૂર્વક મંથન કરવામાં આવશે અને ઈંધણની અછતને પહોંચી વળવા માટે સરકાર કેટલાક કડક અને મોટા નિર્ણયો લઈ શકે છે, જેમાં ગેસ સિલિન્ડરના નવા ભાવોની મંજૂરી પણ સામેલ હોઈ શકે છે.

👉 આ સમાચાર વાચો:
Share Market Recovery। બજારમાં જોરદાર રિકવરીથી રોકાણકારો ગદગદ નિફ્ટી ૨૩,૮૦૦ ની પાર નીકળ્યો, જાણો તેજી પાછળના મુખ્ય કારણો

Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ
Another EC Official Controversy ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ફરી સવાલ જ્ઞાનેશ કુમાર બાદ વધુ એક ઉચ્ચ અધિકારી સામે પક્ષપાત અને નિયમભંગના આક્ષેપ..
India Renames 28 Locations In Ladakh ચીનની નામ બદલવાની ચાલ સામે ભારતનો વળતો પ્રહાર, લદ્દાખ ક્ષેત્રના ૨૮ સ્થળોના નવા ઐતિહાસિક નામો જાહેર..
Exit mobile version