Site icon News Continuous Bureau | Mumbai

Viksit Bharat Quiz Challenge: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જની સમયમર્યાદા લંબાવવાની કરી જાહેરાત, હવે આ તારીખ સુધી લઈ શકશો ભાગ.

Viksit Bharat Quiz Challenge: ડૉ. મનસુખ માંડવિયાએ વિકસિત ભારત ક્વિઝ કોમ્પિટિશનના વિસ્તરણની જાહેરાત કરી; ક્વિઝમાં ભાગ લેવાની છેલ્લી તારીખ વધારીને 10 ડિસેમ્બર, 2024 કરવામાં આવી

News Continuous Bureau | Mumbai

Viksit Bharat Quiz Challenge:  દેશભરમાં યુવા સહભાગીઓના ભારે ઉત્સાહ અને પ્રતિસાદના જવાબમાં ડો.મનસુખ માંડવિયાએ હાલમાં ચાલી રહેલી વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ માટેની સમયમર્યાદા 10 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. યુવાનો ક્વિઝમાં ભાગ લેવા MY Bharat (www.mybharat.gov.in)ની મુલાકાત લઈ શકે છે. 

Join Our WhatsApp Channel

18 મી નવેમ્બર, 2024ના રોજ એક પત્રકાર પરિષદમાં, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ( Mansukh Mandaviya ) રાષ્ટ્રીય યુવા મહોત્સવ -2025 ના “વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ”માં પરિવર્તનશીલ પુન:કલ્પના કરવાની જાહેરાત કરી  હતી અને યુવાનોને વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પહેલ ભારતનાં ભવિષ્યને આકાર આપવામાં યુવાનોની વધારે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને પ્રતિબિંબિત કરે છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Bhutan King: PM મોદીએ ભૂટાનના રાજા અને મહારાણીનું કર્યું સ્વાગત, આ દ્વિપક્ષીય સંબંધોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર વ્યક્ત કર્યો સંતોષ

વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ ( Viksit Bharat Quiz Challenge ) એ તમામ યુવાનો (15-29 વર્ષની વયના) માટે ખુલ્લી છે, જે વિકસિત ભારત માટે તેમના વિચારો શેર કરવા માટે ઉત્સાહી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ( National Youth Festival-2025 ) ભારતના યુવાનોને ( Indian Youth ) આ અતુલ્ય તકમાં ભાગ લેવા અને તેમનો અવાજ સંભળાવવા માટે પ્રોત્સાહિત કરે છે. વિજેતા સહભાગીઓ 11-12 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ વિકસિત ભારત માટે તેમનાં વિઝન અને વિચારો પ્રસ્તુત કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version